For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAA વિરોધી પ્રસ્તાવને લઈ યૂરોપીય સંસદમાં ભારતીય કૂટનૈતિક જીત, વોટિંગ ટળ્યું

CAA વિરોધી પ્રસ્તાવને લઈ યૂરોપીય સંસદમાં ભારતીય કૂટનૈતિક જીત, વોટિંગ ટળ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાનૂનને લઈ દેશભરમાં મચેલો બબાલ હવે યૂરોપીય સંસદ સુધી પહોંચી ગયો છે. યૂરોપીય સંસદમાં સીએએ વિરુદ્ધ જાહેર થયેલ પ્રસ્તાવને લઈ ભારતને કૂટનૈતિક સફળતા મળી છે. સીએએ પ્રસ્તાવ પર ગુરુવારે થનાર વોટિંગ હવે 31 માર્ચ સુધી ટળી ગઈ છે. જણાવી દઈએ કે યૂરોપીય સંસદમાં પાંચ મુદ્દામાંથી બીજા નંબર પર સીએેએનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

CAA

સરકારી સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે અમે ઉમ્મીદ કરીએ છીએ કે સીએએ વિશે અમારા દ્રષ્ટિકોણથી તમામ ઉદ્દેશ્ય અને નિષ્પક્ષ યૂરોપીય સંઘના સાંસદો દ્વારા સમજવામાં આવશે. જણાવી દઈએ કે યૂરોપિયન યૂનિયન સંસદમાં સીએએ વિરુદ્ધ જાહેર થયેલ પ્રસ્તાવને લઈ વોટિંગ થનાર હતી પરંતુ હવે આ ટાળી દેવામાં આવી છે. જણાવી દઈએ કે બુધવારે યૂરોપીય સાંસદોએ સીએએના સંયુક્ત પ્રસ્તાવની વિરુદ્ધ વોટિંગ કર્યું.

ઉલ્લેખનીય છે કે સીએએ વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં થયેલ હિંસાને ઉદાહરણ તરીકે આપવામાં આવ્યું હતું. યૂરોપીય સંસદમાં સીએએ વિરુદ્ધ સંયુક્ત પ્રસ્તાવ ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું કે, ભાજપ શાસિત રાજ્ય ઉત્તર પ્રદેશમાં શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર ક્રૂર કાર્યવાહી કરવામાં આવી. જેમાં કહેવામાં આવ્યું કે, ઉત્તર પ્રદેશમાં શાંતિપૂર્ણ રીતે પ્રદર્શનકારીઓને રોકવા માટે પ્રશાસન દ્વારા ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું, સાર્વજનિક વાહનો પર રોક લગાવી દેવામાં આવ્યો છે અને કેટલાય સ્થળો પર કર્ફ્યૂ પણ લગાવવામાં આવ્યો.

IMD Warning: ઉત્તર ભારતીયોને પરેશાન કરી શકે ધુ્મ્મસ, વરસાદની પણ સંભાવનાIMD Warning: ઉત્તર ભારતીયોને પરેશાન કરી શકે ધુ્મ્મસ, વરસાદની પણ સંભાવના

English summary
India diplomatic victory in European Parliament over anti-CAA proposal voting delayed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X