મેઘનો રોદ્ર તાંડવ, કહેર સામે નિઃસહાય માનવ, જૂઓ ખૌફનાખ મંજર

નવી દિલ્હી, 17 જૂનઃ 52 વર્ષ બાદ સમય પહેલા ચોમાસું શરૂ થવાના કારણે તબાહી મચવાની શરૂઆત થઇ ગઇ છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ચોમાસું નિર્ધારિત સમય કરતા 13 દિવસ પહેલા પહોંચી ગયું છે. જ્યારે આખા દેશમાં તે લગભગ એક મહિના પહેલા આવી ગયું છે. દિલ્હીમાં સમયથી પહેલા ચોમાસું પહોંચ્યા બાદ બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં ભારે પાણી ભરાઇ ગયું હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. પાણી ભરાઇ જવાના કારણે જન-જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. તો બીજી તરફ માયાનગરી મુંબઇમાં પણ વરસાદ હવે તબાહી બની રહ્યો છે. બીજી તરફ ઉત્તરાખંડમાં ભારે વરસાદે ગંગા નદી બે કાંઠે વહી રહી છે. જેના કારણે શિવની પ્રતિમા ખભા સુધી ડુબી ગઇ છે.

ઉત્તરકાશીમાં થઇ રહેલા ભારે વરસાદના કારણે હજારો લોકો પ્રભાવિત થઇ રહ્યાં છે. ભારે વરસાદના કારણે મચેલી તબાહીમાં 13 લોકોના મોત નિપજ્યાં છે અને હજારો લોકોને પોતાનું ઘર છોડવાનો વારો આવ્યો છે. ગંગા નદીમાં પણ પૂર આવ્યું છે. અંદાજે 20 હજાર જેટલા શ્રદ્ધાળુંઓ રસ્તામાં ફસાયા છે. પંજાબમાં આજે ફરીથી વરસાદ થયો, જ્યારે પાડોશી રાજ્ય હરિયાણાના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળ્યા છે. એક જૂને કેરળ પહોંચેલા દક્ષિણ પશ્ચિમી ચોમાસાએ આખા દેશમાં ઝડપથી પ્રગતિ કરી અને પ્રચુર વરસાદ થયો છે. તેનાથી સુકા પ્રભાવિત ક્ષેત્રોને વધારે રાહત મળી છે.

દિલ્હીમાં વરસાદથી લોકોને ગરમીમાં રાહત થઇ છે, પરંતુ અનેક સ્થળો પર પાણી જમા થવાના કારણે યાત્રીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. યુમનામાં પણ પાણીનું સ્તર વધી રહ્યું છે. જેના કારણે દિલ્હીમાં પૂર આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ ક્યાં ક્યાં વરસાદે તબાહી ફેલાવી છે.

ઉત્તરાખંડ

ઉત્તરાખંડ

ઉત્તરાખંડમાં અત્યારસુધી મરનારાઓની સંખ્યા 100 ને પાર થઇ ગઇ છે. અનુમાન લગાવવામાં આવે છે કે લગભગ 71000 જેટલા લોકો હજી પણ ફંસાયેલા છે.

પૂલ સુધી પહોંચ્યુ યમુનાનું પાણી

પૂલ સુધી પહોંચ્યુ યમુનાનું પાણી

નવી દિલ્હીમાં આવેલા જૂના પૂલ સુધી યમુના નદીમાં આવેલા પૂરનું પાણી પહોંચી ગયું છે.

પાણીમાં ફસાયા વાહનો, લોકો નિસાહય

પાણીમાં ફસાયા વાહનો, લોકો નિસાહય

નવી દિલ્હીમાં આવેલા આઇએસબીટી વિસ્તારમાં યમુના નદીનું પાણી ફરી વળ્યું હતું, જેમાં વાહનો ફસાયા હતા, જ્યારે લોકો પાણીના એ કહેરને નિસાહય બની જોઇ રહ્યાં હતા.

ચિમોલીનો એરિયલ વ્યૂ

ચિમોલીનો એરિયલ વ્યૂ

ઉત્તરાખંડમાં મેઘાએ ખેલેલા તાંડવે તબાહી મચાવી હતી. અહી ચિમોલીમાં વરસાદના કારણે ફસેયાલા વાહનોનો એરિયલ વ્યૂ આપવામાં આવ્યો છે.

પાણીમાં ફસાયા શ્રદ્ધાળુઓ

પાણીમાં ફસાયા શ્રદ્ધાળુઓ

ભારે વરસાદના કારણે ભારતના અનેક સ્થળોમાં પૂર આવ્યા છે, અહીં તસવીરમાં એક ધાર્મિક સ્થાન ખાતે દર્શનાર્થે આવેલો શ્રદ્ધાળુ પૂરમાં ફસાયો હતો.

પાણીમાં ધોવાયુ ધાર્મિક સ્થળ

પાણીમાં ધોવાયુ ધાર્મિક સ્થળ

ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં એક ધાર્મિક સ્થળ ધોવાઇ ગયું હતું.

રસ્તાઓ થયા ગાયબ

રસ્તાઓ થયા ગાયબ

પાણીનું સ્તર વધવાના કારણે નદીઓ ગાંડીતૂર બની છે અને પાણી શહેરોના વિસ્તારોમાં ફરી વળ્યા છે. જે આ તસવીર રજૂ કરી રહી છે.

કાટમાળમાં કેદારનાથ

કાટમાળમાં કેદારનાથ

ભારે વરસાદના કારણે કેદારનાથમાં નદીનું પાણી ફરી વળ્યું હતું. પૂરના કારણે કાટમાળ કેદારનાથના મંદિરમાં ફળી વળ્યા હતા.

બચાવ કાર્ય

બચાવ કાર્ય

નદીના પૂરમાં ફસાયેલા લોકોને બચાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

ફસાયેલાઓની મદદ

ફસાયેલાઓની મદદ

ભારે વરસાદના કારણે મચેલી તબાહી બાદની સ્થિતિમાં ફસાયેલા લોકોને મદદ કરવામાં આવી હતી.

આર્મી મદદે

આર્મી મદદે

ભારે વરસાદના કારણે પૂરમાં ફસાયેલા લોકોની મદદે આર્મીમેન આવ્યા હતા.

આર્મીનો સથવારો

આર્મીનો સથવારો

બે કાંઠે વહી રહેલી નદીને પાર કરાવવા માટે સેનાના જવાનોએ બ્રીજ બની પીડીતોને નદી પાર કરાવી હતી.

ઋષીકેશમાં ભારે વરસાદ

ઋષીકેશમાં ભારે વરસાદ

ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પવિત્ર ધામ ઋષીકેશમાં ગંગા નદીમાં પૂર આવ્યું છે.

શિવ પ્રતિમાના ખભા સુધી પહોંચ્યુ પાણી

શિવ પ્રતિમાના ખભા સુધી પહોંચ્યુ પાણી

ગંગા નદી બે કાઠે વહેવા લાગી છે અને પાણીનું સ્તર એટલું વધી ગયું છે કે શિવની ઉંચી પ્રતિમાના ખભા સુધી પાણી પહોંચી ગયું છે.

લોકો થયા એકઠાં

લોકો થયા એકઠાં

ભારે વરસાદના કારણે ગંગા નદીમાં આવેલા પૂરથી શિવની પ્રતિમા ખભા સુધી ડૂબી ગયા બાદ સ્થળ પર લોકોનો જમાવડો ભેગો થઇ ગયો

શિવ પ્રતિમાને નિહાળવા એકઠાં થયા લોકો

શિવ પ્રતિમાને નિહાળવા એકઠાં થયા લોકો

પાણીનું વધી ગયેલું સ્તર અને ખભા સુધી ડૂબી ગયેલી શિવની પ્રતિમાને નિહાળી રહેલા લોકો

ગંગામાં વધ્યું પાણીની સ્તર

ગંગામાં વધ્યું પાણીની સ્તર

ઋષીકેશમાં ગંગા નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. આવું જોકે સપ્ટેમ્બર મહિનામાં થાય છે, પરંતુ આ વખતે જૂન મહિનામાં જ આવું જોવા મળી રહ્યું છે.

અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

ગંગાનું પાણી અનેક વિસ્તરોમાં ભરાયું છે.

ગંગા નદી બે કાંઠે

ગંગા નદી બે કાંઠે

ઋષીકેશમાં ગંગા નદી બે કાંઠે વહી રહી છે.

દિલ્હીમાં ભારે વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત

દિલ્હીમાં ભારે વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત

દિલ્હીમાં ભારે વરસાદના કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથકમાં ભારે પાણી ભરાઇ ગયું છે. ટર્મિનલ 3માં પાણી ભરાઇ જવાના કારણે લોકોને મુશ્કેલીઓનો સમાનો કરવો પડી રહ્યો છે.

ઉત્તરકાશીમાં ભારે વરસાદ

ઉત્તરકાશીમાં ભારે વરસાદ

સમય કરતા વહેલો વરસાદ આવવાના કારણે ઉત્તરકાશીમાં ભારે તબાહી મચી છે. અત્યારસુધીમાં 13 લોકોના મોત નીપજ્યા છે.

માયાનગરીના હાલ બેહાલ

માયાનગરીના હાલ બેહાલ

માયાનગરી મુંબઇના હાલ ખરાબ છે. વરસાદના કારણે અનેક સ્થળો પર પાણી ભરાઇ ગયા છે.

રસ્તા પર પાણી જ પાણી

રસ્તા પર પાણી જ પાણી

ભારે વરસાદના કારણે રસ્તા અને મુંબઇની લાઇફ લાઇન કહેવાતી લોકલ ટ્રેન સંચાલન પર અસર જોવા મળી રહી છે. રેલવે ટ્રેક પર પાણી જમા થવાના કારણે રેલ પરિચાલન પ્રભાવિત થયું છે.

દિલ્હી એરપોર્ટમાં પાણી ભરાયા

દિલ્હી એરપોર્ટમાં પાણી ભરાયા

દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાણી ભરાઇ ગયા હતા. તાજેતરમાં જ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરરજો મળ્યો હતો, પરંતુ વરસાદે આ સફળતાને ધોઇ નાંખી છે.

વરસાદનો આનંદ ઉઠાવી રહેલા દિલ્હીવાસીઓ

વરસાદનો આનંદ ઉઠાવી રહેલા દિલ્હીવાસીઓ

દિલ્હીવાસીઓ દ્વારા વરસાદનો આનંદ ઉઠાવવામાં આવ્યો હતો.

પાણીમાં ગરકાવ

પાણીમાં ગરકાવ

ભારે વરસાદના કારમે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

હરીદ્વારમાં રસ્તા પર પાણી ફેલાયું

હરીદ્વારમાં રસ્તા પર પાણી ફેલાયું

હરીદ્વારમાં ભારે વરસાદના કારણે પૂરનું પાણી રસ્તા પર ભરાયા હતા.

રસ્તામાં વાહનો સાથે પાણીનું સામ્રાજ્ય

રસ્તામાં વાહનો સાથે પાણીનું સામ્રાજ્ય

નવી દિલ્હીમાં ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યું હતું. વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

પાણીમાં તણાયા વાહનો

પાણીમાં તણાયા વાહનો

ઉત્તરકાશીમાં ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં વાહનો તણાયા હતા.

કોઝિકોડેમાં ભારે વરસાદ

કોઝિકોડેમાં ભારે વરસાદ

કોઝિકોડેમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

રુદ્રપ્રયાગમાં ગંગાનું રોદ્ર સ્વરૂપ

રુદ્રપ્રયાગમાં ગંગાનું રોદ્ર સ્વરૂપ

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ગંગા નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગંગા નદીનું પાણી પૂલની ઉપરથી બે કાંઠે વહી રહ્યું હતું. લોકોને સાવચેતી જાળવવા સૂચનો આપી દેવામાં આવી છે.

બદ્રીનાથ પાસે અનેક ફસાયા

બદ્રીનાથ પાસે અનેક ફસાયા

ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે નદીમાં આવેલા પૂરથી અનેક લોકો બદ્રીનાથ પાસે ફસાયા હતા.

આસરો ધોવાયો

આસરો ધોવાયો

મેંગ્લોર નજીક થોટિલાગુન્ડી જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેકનો આસરો ધોવાયો હતો.

દિલ્હીમાં પૂરની આશંકા

દિલ્હીમાં પૂરની આશંકા

નવી દિલ્હી ખાતે યમુના નદીમાં પાણી બે કાંઠે વહી રહ્યું છે. નદીમાં પાણીનું સ્તર એ હદે વધી ગયું છે કે, રાજધાની દિલ્હીમાં પૂરની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

કેદારનાથ

કેદારનાથ

ગંગા પોતાના વિકરાળ રૂપમાં છે. પહાડ પર પ્રલયના કારણે હાહાકાર મચી જવા પામ્યો છે. કૂદરતનો કહેર હજી પણ અહીં જારી છે

પાણી બે કાંઠે

પાણી બે કાંઠે

એક ધાર્મિક સ્થળ પાસે આવેલી નદીમાં પાણી બે કાંઠે વહી રહ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X