ભીષણ ગરમીના કારણે દેશમાં ફરીથી વિજળી સંકટ, આ 7 રાજ્યોમાં બ્લેકઆઉટની થઈ શકે છે સ્થિતિ
નવી દિલ્લીઃ ભારતના ઘણા ભાગોમાં પડી રહેલી ભીષણ ગરમી, લૂ અને કોલસાની કમીએ વિજળીની માંગમાં વધારો કર્યો છે. કોલસાની કમીની આશંકાઓના કારણે દેશના ઓછામાં ઓછા સાત રાજ્યોમાં નિયોજિત બ્લેકઆઉટ શરુ કરી દીધુ છે. આ મામલે વિશેષજ્ઞોને ચિંતા છે કે આ ગરમી ભારતના ઓછામાં ઓછા અમુક ભાગોમાં ગંભીર વિજળી સંકટનો સામનો કરવો પડી શકે છે. કેન્દ્રીય વિજળી મંત્રાલય અનુસાર, એપ્રિલના પહેલા છમાસિકમાં ઘરેલુ વિજળીની માંગ 38 વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે.
સાત રાજ્યોના અધિકારીઓના અનુસાર, માર્ચના મધ્ય બાદથી ગરમી અને લૂના કારણે વિજળીની માંગમાં વૃદ્ધિએ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, ગોવા અને કર્ણાટકને ઉદ્યોગ માટે વિજળીની આપૂર્તિ ઘટાડવા અને આપૂર્તિને પુનર્નિધારિત કરવા માટે પ્રેરિત કર્યા છે.
વિજળી મંત્રાલયના આંકડાઓ અનુસાર, માનક કોલસા સ્ટૉક, 26 દિવસો માટે પ્લાન્ટને પૂરી ક્ષમતાથી ચાલુ રાખવા માટે જરુરી માત્રા, ઓરિસ્સા, ઝારખંડ અને છત્તીસગઢ જેવા કોલસા સમૃદ્ધ રાજ્યોને છોડીને આખા ભારતમાં ઓછી હતી. પશ્ચિમ બંગાળમાં કોલસા સ્ટૉક માનક સ્તરના 1-5% હતુ, રાજસ્થાનમાં આ 1-25%, ઉત્તર પ્રદેશમાં 14-21% અને મધ્ય પ્રદેશમાં 6-13% હતુ. કુલ મળીને, રાષ્ટ્રીય સ્તરે, આ ગયા સપ્તાહથી બે ટકા પોઈન્ટના ઘટાડા સાથે 36% હતા. માર્ચની મધ્યમાં, આ લગભગ 50% હતુ.
જો કે વિજળી મંત્રાલયની વેબસાઈટ પર દેશભરમાં 1,88,576 મેગાવૉટની કુલ પીક જરુરિયાતના મુકાબલે માત્ર 3,002 મેગાવૉટની કમી બતાવી રહ્યુ છે. રાજ્ય સરકારના અધિકારીઓએ કહ્યુ કે પાવર ગ્રિડ કૉર્પોરેશન ઑફ ઈંડિયા દ્વારા વિજળીની વધુ આપૂર્તિના અનુરોધોને સંબંધિત નથી કરવામાં આવ્યા. મધ્ય પ્રદેશના અધિકારીઓએ કહ્યુ, અમે 1000 મેગાવૉટનિ કમીનો સામનો કરી રહ્યો છે. વળી, પંજાબે કહ્યુ કે કેન્દ્રીય ગ્રિડથી વિજળીની વધુ આપૂર્તિના તેમના અનુરોધોને સ્વીકારવામાં આવ્યા નથી.
મધ્ય પ્રદેશના વિજળી મંત્રી પ્રદ્યુમ્ન સિંહ તોમરે 11 એપ્રિલના કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી અને કોલસાના વધુ રેક માટે અનુરોધ કર્યો. અધિકારીઓએ કહ્યુ કે હરિયાણા સરકાર જલ્દી જ પોતાની ઉર્જા જરુરિયાતોને પૂરા કરવા અને રાજ્ય દ્વારા સંચાલિત થર્મલ પાવર પ્લાન્ટના ઈંધણની આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે લગભગ એક દશકમાં પહેલી વાર કોલસાની આયાત કરશે. અધિકારીઓએ કહ્યુ, આયાત કોલસાની ખરીદી માટે એક વૈશ્વિક ટેન્ડર પહેલા જ મંગવવામાં આવી ચૂક્યુ છે.