હાફિઝ સઈદને 'સાહિબ' કહેતા સંયુક્ત રાષ્ટ્ર પાસે સફાઇ માંગશે ભારત
નવી દિલ્હી, 21 ડિસેમ્બર: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની એક સમિતિ દ્વારા 26/11ના મુંબઇ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ અને જમાત-ઉદ-દાવા પ્રમુખ હાફિઝ સઈદને 'સાહિબ' કહેવાના મામલામાં ભારત આ વિશ્વ સંસ્થા પાસે સફાઇ માંગશે.
એવુ માનવામાં આવે છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સમિતિના અધ્યક્ષ ગૈરી ક્વીનલૈન દ્વારા 17 ડિસેમ્બરના રોજ લખાયેલ એક પત્રમાં સઈદને 'સાહિબ' તરીકે ઉલ્લેખ કરાતા ભારત સરકાર સંયુક્ત રાષ્ટ્ર પાસે સફાઈ માંગશે.

સંયુક્ત રાષ્ટ્રએ ડિસેમ્બર 2008માં જમાત-ઉદ-દાવાને આતંકવાદી સંગઠન જાહેર કરી દીધા હતા. ડિસેમ્બર 2008માં જ સંયુક્ત રાષ્ટ્રએ યૂએનએસસીઆર 1267 હેઠળ સઈદને વ્યક્તિગતરીતે પણ પ્રતિબંધિત કર્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રએ લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક સઈદ અને તેના એક સંબંધી પર એપ્રિલ 2003માં એક કરોડ અમેરિકન ડોલરનું ઇનામ પણ જાહેર કર્યું હતું. આ ઉપરાંત સઈદ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરે છે અને હંમેશા રેલીઓને સંબોધિત કરે છે. તે પોતાની રેલીઓમાં ભડકાઉ ભાષણો પણ કરે છે.












Click it and Unblock the Notifications
