For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં રોજ પેદા થાય છે 26000 ટન પ્લાસ્ટિક કચરો, ટોપ પર છે આ શહેર

હાલમાં જે રિપોર્ટ સામે આવી રહ્યો છે તે હિસાબે ભારતમાં રોજ 25,940 ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં પ્લાસ્ટિક વેસ્ટેજની સમસ્યા ઝડપથી વધતી જઈ રહી છે. દિલ્લી, મુંબઈ અને કોલકત્તામાં તો અમુક જગ્યાએ સેંકડો હજારો ટન પ્લાસ્ટિકનો ઢગલો જમા થઈ ગયો છે. અત્યારે જે રિપોર્ટ સામે આવી રહ્યો છે તે હિસાબે ભારતમાં રોજ 25,940 ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે. તેમાં 40 ટકા એવુ પ્લાસ્ટિક હોય છે જે પાણી સાથે નદીઓ સુધી પહોંચે છે જેનાથી તેનુ પાણી પણ દૂષિત થાય છે.

આરોગ્ય અને પર્યાવરણ પર પ્રતિકૂળ અસર પાડે છે પ્લાસ્ટિક

આરોગ્ય અને પર્યાવરણ પર પ્રતિકૂળ અસર પાડે છે પ્લાસ્ટિક

આ ઉપરાંત આ પ્લાસ્ટિક રખડતા પશુઓ ઉપરાંત માનવ આરોગ્ય અને પર્યાવરણ પર પ્રતિકૂળ અસર પાડે છે. તે તથ્ય કેન્દ્ર તરફથી આવ્યુ છે જેમાં રાજ્યોને કહેવામાં આવ્યુ છે કે તે સિંગલ પ્લાસ્ટિકના ઉપયોગ પર સ્ટેપ બાય સ્ટેપ પ્લાન બનાવે કારણકે તે પ્લાસ્ટિક ના તો બાયોડિગ્રેડેબલ હોય છે કે ના ફરીથી ઉપયોગને લાયક હોય છે. તેમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે કુલ પ્લાસ્ટિક કચરાનો લગભગ છઠ્ઠો ભાગ 60 મુખ્ય શહેરો દ્વારા ઉત્પન્ન થાય છે જેમાં 50 ટકાથી વધુ પ્લાસ્ટિક દિલ્લી, ચેન્નઈ, કોલકત્તા, મુંબઈ અને બેંગલુરુમાં એકઠો થાય છે.

રોજિંદો 4,059 ટન પ્લાસ્ટિક કચરો પેદા કરે છે

રોજિંદો 4,059 ટન પ્લાસ્ટિક કચરો પેદા કરે છે

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) એ ભારતના આ 60 મુખ્ય શહેરોમાં એક રિસર્ચ કર્યુ છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે આ શહેરો રોજિંદા 4,059 ટન પ્લાસ્ટિક કચરો પેદા કરે છે. બોર્ડે ગયા વર્ષે પ્લાસ્ટિક કચરા પર દેશવ્યાપી ડેટાનું અનુમાન લગાવ્યુ હતુ અને મંત્રાલય સામે રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં જોવા મળ્યુ હતુ કે પ્રતિ દિન 25,940 ટમ પ્લાસ્ટિક કચરામાંથી 10,376 ટન (40%) અનિયંત્રિત રહે છે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને અપાઈ નોટિસ

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને અપાઈ નોટિસ

કેન્દ્રીય પર્યાવરણ સચિવ સી કે મિશ્રાએ સોમવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને એક માનક દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે. જેમાં તેમને પ્લાસ્ટિકની ઉપયોગ ઘટાડવા માટેના પગલા લેવા માટે કહેવામાં આવ્યુ છે જેથી દેશમાં ઉપયોગ લેવાતા પ્લાસ્ટિકને ચરણબદ્ધ કરવા પર પોતાના 2022ના લક્ષ્યને પૂરો કરી શકે. આ સાથે સાથે તેમણે સૂચન કર્યુ છે કે અમુક રાજ્ય સિંગલ યુઝવાળા પ્લાસ્ટિકના ઉત્પાદનને ઘટાડી પણ શકે છે જેથી ધીમે ધીમે તેનો ઉપયોગ ઓછો થઈ જાય.

આ પણ વાંચોઃ દાદી ઈન્દિરા ગાંધીના રૂમમાં બેસશે પ્રિયંકા, તૈયાર થઈ રહી છે ઓફિસઆ પણ વાંચોઃ દાદી ઈન્દિરા ગાંધીના રૂમમાં બેસશે પ્રિયંકા, તૈયાર થઈ રહી છે ઓફિસ

English summary
India generates 25,940 tonnes of plastic waste every day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X