For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: મોત મામલે ત્રીજા નંબરે પહોંચ્યુ ભારત, જાણો શું કહે છે આંકડા

દુનિયાભરમાં કોરોના દર્દીઓ બાબતે ત્રીજા નંબરે આવ્યા બાદ ભારત હવે મોતની દ્રષ્ટિએ પણ દુનિયામાં ત્રીજા નંબરે પહોંચી ચૂક્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દુનિયાભરમાં કોરોના દર્દીઓ બાબતે ત્રીજા નંબરે આવ્યા બાદ ભારત હવે મોતની દ્રષ્ટિએ પણ દુનિયામાં ત્રીજા નંબરે પહોંચી ચૂક્યુ છે. ભારત પહેલા આ સ્થાન પર મેક્સિકો હતુ જ્યાં 62594 લોકો આ ખતરનાક વાયરસથી જીવ ગુમાવી ચૂક્યા છે. ભારતમાં હવે આ મહામારીથી મરનારની સંખ્યા 62635 થઈ ગઈ છે જે મેક્સિકોથી વધુ છે. તમને જણાવી દઈએ કે મરવા અને સૌથી વધુ પૉઝિટીવ કેસ મામલે હજુ પણ અમેરિકા દુનિયામાં પહેલા નંબરે છે.

મોતની સંખ્યામાં સતત વધારો

મોતની સંખ્યામાં સતત વધારો

લેટેસ્ટ આંકડાઓ મુજબ એમેરિકામાં કોરોનાના કારણે એક લાખ 85 હજાર લોકોની જીવ ગયા છે. બીજા નંબરે હાલમાં બ્રાઝિલ છે. ત્યાં કોરોના અત્યાર સુધી એક લાખ 19 હજારથી વધુ લોકોનો જીવ લઈ ચૂક્યો છે. ભારતમાં જૂનથી લૉકડાઉનમાં છૂટ મળ્યા બાદ કોરોનાના નવા કેસ અને આનાથી થતી મોતની સંખ્યામાં સતત વધારો નોંધવામાં આવી રહ્યો છે. ભારતમાં મેના અંતમાં જ્યાં પ્રતિ 10 લાખની વસ્તી પર મોતની સંખ્યા પાંચ હતી ત્યાં હવે આ સંખ્યા 45 સુધી પહોંચી ગઈ છે. આ રીતે આ સંખ્યા પર કેસ પણ હવે 2554 થઈ ગયા છે.

રિકવરી રેટ 76.28 ટકા પર પહોચ્યો

રિકવરી રેટ 76.28 ટકા પર પહોચ્યો

જો કે ભારતમાં રિકવરી રેટ પણ ઝડપથી વધ્યો છે. આરોગ્ય મંત્રાલયનુ કહેવુ છે કે દેશમાં હવે રિકવરી રેટ એટલે કે લોકોના રિકવર થવાનો દર 76.28 ટકા પર પહોચી ગયો છે અને અત્યાર સુધી લગભગ 26 લાખ લોકો સંક્રમણથી મુક્ત થઈ ચૂક્યા છે. વળી, એક્ટિવ કેસ હવે માત્ર 21.90% જ રહી ગયા છે. એટલે કે કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા વર્તમાન પીડિતોના મુકાબલે 3.5 ગણી વધુ છે.

24 કલાકમાં રેકોર્ડ નવા કેસ આવ્યા

24 કલાકમાં રેકોર્ડ નવા કેસ આવ્યા

ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોના વાયરસના 76 હજારથી વધુ કેસ સામે આવ્યા. શુક્રવારે 24 કલાક દરમિયાન કોવિડ-19ના 77464 નવા કેસ આવ્યા જ્યારે 65032 લોકો રિકવર થયા છે અને 1015 લોકોના મોત થયા. આ પહેલા ગુરુવારે 75760 નવા કેસ સામે આવ્યા હતા. દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસોની સંખ્યા હવે 34 લાખને પાર થઈ ગઈ છે. આમાંથી 26 લાખથી વધુ કોરોના સામે જંગ જીતી ચૂક્યા છે. વળી, 62 હજારથી વધુ લોકોના જીવ ગયા છે. આરોગ્ય મંત્રાલયનુ કહેવુ છે કે હવે દેશમાં કોરોનાના એક્ટિવ કેસ કુલ કેસોના 22 ટકા રહી ગયા છે.

જમ્મુ કાશ્મીરઃ પુલવામામાં સેના સાથે અથડામણમાં 3 આતંકી ઠાર, જવાન ઘાયલજમ્મુ કાશ્મીરઃ પુલવામામાં સેના સાથે અથડામણમાં 3 આતંકી ઠાર, જવાન ઘાયલ

English summary
India is now on third number in Coronavirus toll, Read the figures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X