ફૌલાદી ઇરાદા સાથે દરિયામાં ઉતર્યું સ્વદેશી વિક્રાંત
કોચી, 12 ઑગસ્ટઃ કોચીન શિપયાર્ડમાં ગત ચાર વર્ષની અવિરત મહેનતથી ઉભા થયેલા આઇએનએસ વિક્રાંતનો ઢાંચો ભારતની ફૌલાદી તાકાતનો નવો અને બેમિસાલ નમૂનો છે. સોમવારે જ્યારે સ્વદેશી વિમાનવાહક શિપ પહેલીવાર અરબ સાગરના પાણીમાં ઉતર્યું તો ભારતીય શિપ નિર્માણ ક્ષમતાઓનો પણ નવો પરચમ લહેરાયો. આ શિપનું લોન્ચિંગ રક્ષા મંત્રી એકે એન્ટોનીના પત્ની દ્વારા કરવામાં આવ્યું છે. સંપૂર્ણપણે સ્વદેશી ડિઝાઇન અને અધિતકમ દેશી ટેક્નિકથી વિકસિત આ શિપના નિર્માણ સાથે ભારત એ જુજ દેશોની કતારમાં આવી જશે, જેમણે સમુદ્ર પાસે પોતાનો હાલતો-ચાલતો લડાકુ હવાઇ અડ્ડો બનાવવાની ક્ષમતા છે. તેનાથી ભારતીય નૌસેના વિશ્વના કોઇપણ હિસ્સામાં પોતાના હિતોની સુરક્ષાની તાકત હાસલ કરી શકશે. નૌસેનાને આ વર્ષના અંત સુધીમાં રશિયામાંથી ખરીદવામાં આવેલા વિમાનવાહક શિપ મળશે. આઇએનએસ વિક્રાંત આગામી પાંચ વર્ષમાં તૈનાતી માટે તૈયાર હશે.
ભારતીય નૌસેનાના પહેલા વિમાનવાહક શિપનું નામ પણ આઇએનએસ વિક્રાંત જ હતું. સરકારે તેના નિર્માણની સ્વીકૃતિ જાન્યુઆરી 2003માં આપી હતી અને તેને 2011 સુધી સમુદ્રમાં ઉતારવાની યોજના હતી. સ્ટીલની આયાતની અડચણો અને ગિયર બોક્સની મુશ્કેલીઓ તથા અન્ય કેટલીક ટેક્નિકલ સમસ્યાઓના કારણે જલવતરણ સુધી પહેલા ચરણને પૂર્ણ કરવામાં બે વર્ષ જેટલો વધુ સમય લાગી ગયો. રક્ષામંત્રીએ 28 ફેબ્રુઆરી 2009માં આ શિપના નિર્માણની વિધિવત શરૂઆત કરી હતી, જ્યારે સ્ટીલ કાપવાનું કામ 2007માં જ પૂર્ણ થઇ ગયું હતું. રક્ષા મંત્રીએ સ્વદેશી વિમાનવાહક શિપને 2014માં નૌસેનામાં સામેલ થવાની આશા વ્યક્ત કરી હતી. તાજા અનુમાનો અનુસાર 2018 સુધીમાં આ શિપ નૌસેનિક બેડામાં સામેલ થઇ શકશે.

સ્ટીલ કાપની બનાવાયું
16 હજાર ટન સ્ટીલને કાપીને બનાવવામાં આવ્યું છે.

જમીનથી 50 ફૂટ ઉંચુ
આઇએનએસ વિક્રાંત જમીનથી 50 ફૂટ ઉંચુ, 262 મીટર લાંબુ અને 60 મીટર પહોળું છે.

1550 નૌસેનિક હશે તેનાત
આઇએનએસ વિક્રાંતમાં 1550 નૌસેનિક એક સમયમાં તેનાત હશે.

35 લડાકુ વિમાન
આ વિમાનવાહક શિપ પોતાની સાથે 35 લડાકુ વિમાન લઇને ચાલી શકશે.

બે રનવે
બે રનવે હશે, જેમાં દર ત્રીજી મીનીટે વિમાન ઉડાન ભરી શકશે

31 હેલિકોપ્ટર
મિગ-29ના સ્વદેશી હળવા લડાકુ વિમાન અને કામોવ 31 હેલિકોપ્ટરની ભરપૂર હશે આ વિક્રાંત

એલઆર સેમ મિસાઇલ
ધરતીથી હવામાં હુમલો કરી શકે તેવી લાંબી દૂરીની એલઆર સેમ મિસાઇલ પણ આ શિપ પર હશે તેનાત.