2022માં ભારતે ઘણી મોટી હસ્તીઓ ગુમાવી, જુઓ પુરી યાદી

2022માં ભારતે લતા મંગેશકર અને બિરજૂ મહારાજ જેવા કલાકારો તો બીજી તરફ મુલાયમસિંહ યાદવ જેવા પીઢ નેતા ગુમાવ્યા છે.

2022નું વર્ષ ભારત માટે થોડુ રાહત આપનારૂ રહ્યું છે. કોવિડ બાદ જનજીવન સામાન્ય તો થયુ પરંતું ભારત અને દુનિયાની ઘણી મોટી હસ્તીઓએ દુનિયાને અલવિદા કરી દીધી. આ યાદીમાં ભારતની સ્વર કોકિલા લલા મંગેશકરથી પીઢ રાજનેતા મુલાયમ સિંહ યાદવ સુધીના નામો સામેલ છે.

લતા મંગેશકર

લતા મંગેશકર

જેના કારણે ભારતનું નામ દુનિયાભરમાં ગર્વથી લેવાય છે અને તેમના અવાજનો કોઈ મુલાબલો નહોતો તેવા લતા મંગેશકર પણ 2022માં આપણી વચ્ચેથી જતા રહ્યા. 26 ભાષાઓમાં 50 હજારથી વધુ ગીતો ગાનારા લતાજી 6 ફેબ્રુઆરી 2022ના રોજ દુનિયા છોડીને વિદાય થયા.

પંડિત બિરજૂ મહારાજ

પંડિત બિરજૂ મહારાજ

ભારતે આ વખતે ગુમાવેલી કેટલીક મોટી હસ્તીઓમાં એક મોટુ નામ પંડિત બિજરુ મહારાજનું પણ છે. પોતાના શાસ્ત્રિય નૃત્ય માટે જગપ્રસિદ્ધ બિરજૂ મહારાજે 84 વર્ષની ઉમરે દુનિયામાંથી વિદાય લીધી. તેમનું હાર્ટ એટેકને કારણે અવશાન થયુ.

બપ્પી લહેરી

બપ્પી લહેરી

ડિસ્કો કિંગના નામે મસહૂર બપ્પી લહેરી પણ આ વર્ષે દુનિયા છોડીને જતા રહ્યા છે. 69 વર્ષની ઉમરે બપ્પી લહેરીનું હાર્ટ એટેકના કારણે અવશાન થયુ. તેઓ 15 ફેબ્રુઆરી 2022ના રોજ દુનિયાને અલવિદા કહી ગયા.

મુલાયમ સિંહ

મુલાયમ સિંહ

ભારતીય રાજનીતિમાંથી આ વર્ષે એક પીઢ રાજનેતાની વિદાય થઈ. સમાજવાદી પાર્ટીના સ્થાપક અને પુર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવ 10 ઓક્ટોબર 2022ના રોજ દુનિયા છોડીને જતા રહ્યા. ભારતની રાજનીતિને સમજાનારા કેટલાક પીઢ લોકોમાં મુલાયમ સિંહનું નામ હંમેશા લેવાશે.

સિદ્ધુ મુસેવાલા

સિદ્ધુ મુસેવાલા

આ વર્ષે નાની ઉમરમાં દુનિયાને અલવિદા કહેનારા કેટલાક લોકોમાં સિદ્ધુ મુસેવાલાનું નામ સામેલ છે. સિદ્ધુ મુસેવાલાની ગોળીઓ મારી હત્યા કરી દેવાઈ. પંજાબના બરનાલામાં 26 મેં 2022ના રોજ તેમની હત્યા થઈ.

કેકે

કેકે

જાણીતા સિંગર કેકે પણ આ વર્ષે દુનિયાને અલવિદા કહી ગયા. કોલકત્તામા એક લાઈવ કોન્સર્ટ બાદ તેઓની તબિયત અચાનક બગડતા 23 મેં 2022ના રોજ તેમનું અવશાન થઈ ગયું. 53 વર્ષની નાની ઉમરે કેકેએ દુનિયામાંથી વિદાય લીધી.

રાજૂ શ્રીવાસ્તવ

રાજૂ શ્રીવાસ્તવ

કોમેડીની દુનિયામાં જાણીતા રાજૂ શ્રીવાસ્તવ પણ આ વર્ષે દુનિયાને છોડીને જતા રહ્યા. રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યા બાદ તેઓ ઘણા સમય સુધી વેન્ટિલટર પર જિંદગી સાથે જંગ લડતા રહ્યાં. જો કે આખરે 42 દિવસ બાદ 21 સપ્ટેમ્બરે દુનિયાને અલવિદા કહી ગયા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X