આ રાજ્યમાં આંધી-તોફાન સાથે પડશે કરા, હવામાન ખાતાએ કરી આગાહી

આ રાજ્યમાં આંધી-તોફાન સાથે પડશે કરા, હવામાન ખાતાએ કરી આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગે કહ્યું કે આગામી 2 કલાકમાં દિલ્હી-એનસીઆ, યૂપી અને હરિયાણાના કેટલાક ભાગમાં આંધી અને તોફાન સાથે કરા પડવાની આશંકા છે અને આ કારણે તેણે લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે, જો કે આજે હજુ સુધી દિલ્હીમાં ન્યૂનતમ તાપમાન સરેરાશ 2 ડિગ્રી ઓછું 24.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ ગાજ વીજ સાથે વરસાદ અને આંધી તોફાન સાથે તેજ હવા ચાલવાની વાત કરી છે.

આગલા 2 કલાકમાં આંધી- તોફાનની આશંકા

આગલા 2 કલાકમાં આંધી- તોફાનની આશંકા

જ્યારે બીજી બાજુ આજે દિલ્હી અને એનસીઆરમાં પણ ઝરમર વરસાદ થઈ શકે છે, હવામાન વિભાગ મુજબ પંજાબ, હરિયાણા અને દિલ્હી એનસીઆરની સાથોસાથ પશ્ચિમી ઉત્તર પ્રદેશના તમામ વિસ્તારોમાં તેજ આંધી સાથે વરસાદ થવાની આશંકા છે, અગાઉ બુધવારે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં વરસાદ થયો હતો, જેનાથી તાપમાનમાં ગિરાવટ જોવા મળી હતી.

પ્રી-મોનસૂન વરસાદ

પ્રી-મોનસૂન વરસાદ

ઉત્તર પશ્ચિમ ભારતના હવામાનમાં આવેલ તબ્દીલી એક તાકાતવર પશ્ચિમી વિક્ષોભને કારણે છે, જેને કારણે અરબ સાગરથી પરત ફરતા પવનો વાદળ બનાવી રહ્યાં છે, જેને કારણે ભારતના કેટલાય વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે, જણાવી દઈએ કે આ પ્રી-મોનસૂન વરસાદ છે.

બેંગ્લોરમાં પણ ભારે વરસાદ

બેંગ્લોરમાં પણ ભારે વરસાદ

આજે બેંગ્લોરમાં પણ ભારે વરસાદ થયો, આ ઉપરાંત પશ્ચિમી રાજસ્થાન, વિદર્ભ, તેલંગાણા, રાયલસીમા, તમિલનાડુ અને પોંડિચેરીના કેટલાક વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ થઈ શકે છે. બેંગ્લોરમાં 21 મે સુધી સતત વરસાદ થવાની આગાહી છે.

ચોમાસું મોડું શરૂ થશે

ચોમાસું મોડું શરૂ થશે

આ વખતે ચોમાસું થોડું મોડું શરૂ થશે, આ કેરળમાં પાંચ દિવસના વિલંબ સાથે 6 જૂને પહોંચશે, કેરળમાં ચોમાસું સામાન્ય રીતે એક જૂને પહોંચે છે પરંતુ તેમાં સાત દિવસનું અંતર રહે છે, જો કે ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટે ચાર જૂને કેરળમાં ચોમાસું પહોંચવાની સંભાવના વ્યક્ત કરી હતી પરંતુ હવામાન વિભાગે તેનો રિપોર્ટ ફગાવતા કહ્યું કે કેરળમાં છ જૂનથી ચોમાસું પહોંચશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X