• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આખા ભારત પર કબજો કરવાનો ISISનો ફાઇવ યર પ્લાન

|

બગદાદ/નવી દિલ્હી, 25 જૂન: ઇરાક પર આઇએસઆઇએસનો પડછાયો સતત મંડરાતો દેખાઇ રહ્યો છે. ઇરાકના ઘણા પ્રમુખ શહેરો પર કબજો જમાવીને બેઠેલું આ આતંકવાદી સંગઠન ભારત, મ્યાનમાર, થઇને ઓસ્ટ્રેલિયા તરફ આગળ વધી રહ્યું છે. હા આઇએસઆઇએસએ પોતાની પંચવર્ષીય યોજના રિલીઝ કરી છે જેમાં વિશ્વના નકશા પર તે દેશનોને દર્શાવાયું છે જ્યાં તેમને કબજો કરવાની યોજના ઘડી છે જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.

સુન્નીયોના આ ઇસ્લામિક સમૂહે, ઇરાક પર આ હુમલો માત્ર શિયા સમુદાયને દબાવવા જ નહીં પરંતુ આ હુમલો ઝેહાદી વિચારધારાને તરફ આંગળી ચીંધે છે. આઇએસઆઇએસના ઇરાક પર આ હુમલાથી જ તેની મજબૂતીનો અંદાજો લગાવી શકાય છે. અને આ માત્ર ઇરાક જ નહીં પરંતુ અન્ય દેશો માટે પણ ખતરાની ઘંટડી સાબિત થઇ શકે છે.

આઇએસઆઇએસે પોતાની ઝેહાદી વિચારધારાના પ્રચાર પ્રસારની સાથે દરેક દેશ માટે વિભિન્ન યુક્તિઓ અને નીતિઓને બનાવી રાખી છે. માટે, આ હુમલો ક્યાંકને ક્યાંક વિશ્વ પટલ પર ઝેહાદી વિચારધારા માટે ગંભીર સ્થિતિ બનાવતી દેખાઇ રહી છે. ખાસ કરીને મુસ્લિમ વિસ્તારો માટે આ એક ખતરનાક પરિસ્થિતિ પેદા કરી શકે છે. તેમની સંખ્યામાં સતત થઇ રહેલો વધારો અને નાપાક ઇરાદાઓને ધ્યાનમાં રાખતા આ આતંકવાદી સમૂહને અવગણવું અણસમજભર્યું સાબિત થશે.

શું છે આઇએસઆઇએસની પંચ વર્ષીય યોજના જાણો...

વિશ્વના મેપ પર આઇએસઆઇએસની નજર

વિશ્વના મેપ પર આઇએસઆઇએસની નજર

દુનિયાના નકશા પર ક્યાં ક્યાં આઇએસઆઇએસ પોતાનો કબજો જમાવવા માગે છે તેનો પ્લાન બનાવી રહ્યું છે, તેને આ નકશામાં દર્શાવવામાં આવ્યું છે.

પાંચ વર્ષોમાં થશે વિસ્તાર

પાંચ વર્ષોમાં થશે વિસ્તાર

હાલમાં જ આ આતંકી સંગઠને પોતાના પ્લાન અનુસાર આવનારા પાંચ વર્ષોમાં કરવામાં આવનારા ક્ષેત્રીય વિસ્તારથી સંબંધિત જાણકારીઓને જાહેર કરી છે. જે અનુસાર આફ્રીકાનો મહત્વનો અડધો ભાગ, ઇઝરાયેલ સહીત સંપૂર્ણ મધ્ય પૂર્વ, તુર્કી, ભારત, બાંગ્લાદેશ અને ઇંડોનેશિયાનો પૂર્વ ભાગ તેમના પ્લાનમાં સામેલ છે.

અલકાયદાનું રાજ ઇરાકમાં

અલકાયદાનું રાજ ઇરાકમાં

આઇએસઆઇએસને ઇરાકમાં 'અલ કાયદા ઇન ઇરાક'ના નામથી ઓળખવામાં આવે છે. ફેબ્રુઆરી 2014માં અલ કાયદાએ આઇએસઆઇએસ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. અને ત્યાર બાદથી સતત આઇએસઆઇએસ અને અલકાયદાની વચ્ચે ઇસ્લામીક સંગઠનો પર પ્રભાવ નાખવાની સ્પર્ધા ચાલી છે. ઘણા વિશ્લેષકોનું માનવું છે કે આ રેસમાં ઘણા વર્ષો બાદ આઇએસઆઇએસ અલકાયદાને પાછળ રાખી દેશે.

વડાપ્રધાને કરી ભૂલ

વડાપ્રધાને કરી ભૂલ

ઇરાક વડાપ્રધાન નૂરી-અલ-માલિકી એક શિયા મુસ્લિમ છે. ઇરાકમાં તેમણે શિયા સમૂહના ઉત્થાન પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કરીને સુન્નીયોને ખૂબ જ પાછળ રાખી દીધા. જેથી આ અન્યાયના કારણે સુન્ની સમૂહ આઇએસઆઇએસમાં સરળતાથી સંગઠીત થવા લાગ્યા.

સીરિયા અને આઇએસઆઇએસ

સીરિયા અને આઇએસઆઇએસ

સીરિયામાં ફેલાયેલી અવ્યવસ્થા આઇએસઆઇએસના ઝડપથી ફેલાવાનું મોટું કારણ છે. સીરિયામાં પોતાનું ગઢ મજબૂત કર્યા બાદ આઇએસઆઇએસ આતંકીયો માટે ઇરાક પર કબજો જમાવવો સરળ બનતો ગયો.

વિદેશી સહાયતા પર નિર્ભર નથી

વિદેશી સહાયતા પર નિર્ભર નથી

આઇએસઆઇએસ અન્ય આતંકવાદી સંગઠનોની જેમ માત્ર વિદેશી સહાયતા પર નિર્ભર નથી. જ્યારે તેમના ફંડનો મુખ્ય હિસ્સો સીરિયામાં જપ્ત કરેલો તેલના કૂવા છે. તેઓ ત્યાંતી વીજળી અને ઓઇલનું સપ્લાય કરીને મોટી માત્રામાં ફંડ એકજૂટ કરી લે છે. આ કારણે આ ઇસ્લામિક સંગઠન ઇરાકના તેલ કૂવાઓ અને રિફાઇનરી પર કબજો જમાવવા માટેનો પ્લાન બનાવી રહ્યા છે.

આઇએસઆઇએસનો વિરોધ

આઇએસઆઇએસનો વિરોધ

ઘણા વિશેષજ્ઞો આને માત્ર સરકાર વિરોધી ઇસ્લામિક સંગઠન માને છે. જોકે આ માત્ર એક સરકાર વિદ્રોહી નહીં રહીને વૈશ્વિક રીતે ઝેહાદી વિચારધારાનો પ્રચાર કરે છે.

ઇરાનનો સાથ

ઇરાનનો સાથ

ઇરાકની જેમ ઇરાન પણ શિયા બહુલ દેશ છે. માટે તે નથી ઇચ્છતું કે ઇરાકમાં આઇએસઆઇએસના હાથમાં જાય. આઇએસઆઇએસની વિરુદ્ધ આ યુદ્ધમાં ઇરાને ઇરાકમાં પોતાના 500 ખાસ સૈનિકો મોકલ્યા છે.

ઇરાન અને અમેરિકાની વાતચીત

ઇરાન અને અમેરિકાની વાતચીત

ઇરાન અને અમેરિકામાં ઘણા મુદ્દાઓ પર વિવાદ છે. જેમ કે મધ્ય પૂર્વથી સંબંધિત મુદ્દા, ઇરાન પરમાણુ યોજના, સીરિયા અને ઇઝરાયલના મુદ્દા. પરંતુ તો પણ ઇરાક મામલામાં બંને વિરોધીઓ એક છે. અને ઇરાકથી આઇએસઆઇએસનો સફાયો થાય તેવી આશા રાખે છે.

અમેરિકા છે કારણ

અમેરિકા છે કારણ

ઘણા વિશ્લેષકો આ સંપૂર્ણ મામલાનું કારણ અમેરિકાને પણ ગણાવે છે. જો બરાક ઓબામાએ સમય રહેતા આ મામલામાં હસ્તક્ષેપ કર્યો હોત તો આ યુદ્ધ અહીં પહોંચવા સુધી સમાપ્ત થઇ ગયું હોત. અમેરિકા આઇએસઆઇએસ પર હુમલો કરીને ઉગ્રવાદીઓને રોકવામાં સક્ષમ હતું પરંતુ ઓબામા તરફથી આ મામલાને ખૂબ જ ઢીલૂ આંકવામાં આવ્યું.

English summary
ISIS five year expansion plan include the top half of Africa, all the Middle East (including Israel), Turkey, India, Bangladesh and as far east as Indonesia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more