પાકના કાશ્મિર નિવેદન પર પીએમ નારાજ

ઝરદારીનું કહેવું છે કે વિદેશમંત્રી એસએમ કૃષ્ણા ઉશ્કેરાઇ ગયા અને ઝરદારીના દાવાને ખારીજ કરી દીધો. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી દ્વારા શરુ કરવામાં આવેલું વાક યુદ્ધ એ સમયે ઉગ્ર થઇ ગયું, જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાને ઉપ સ્થાયી પ્રતિનિધિ રજા બશીર તરારે પણ કહ્યું કે જમ્મૂ-કાશ્મિર ક્યારેય ભારતનો અવિભાજ્ય અંગ નહોતું.
ભારતે આકરા શબ્દોમાં વિરોધ કર્યો છે અને કહ્યું છે કે, જમ્મૂ-કાશ્મિર ભારતનું અવિભાજ્ય અંગ છે. વિદેશમંત્રી એસએમ કૃષ્ણાએ સંયુક્ત રાષ્ટ્રના સામાન્ય અધિવેશનને સંબોધિત કરતા કહ્યું છે કે કાશ્મિર અંગે ભારતની નીતિ હમેંશા એક જેવી રહી છે અને આખું વિશ્વ એ જાણે છે. નોંધનીય છે કે નવેમ્બરના અંતમાં મનમોહન સિંહ પાકિસ્તાન યાત્રા પર જવાના હતા જે આ મામલા પછી ટળી શકે છે.












Click it and Unblock the Notifications
