આજથી ભારત પાકિસ્તાન વચ્ચેની વેપાર બસ સેવા ફરી શરૂ થશે

raah-e-milan-bus-service
શ્રીનગર, 28 જાન્યુઆરી : જમ્મુ - કાશ્મીરના પુંછ વિસ્તારમાંથી પાકિસ્તાનની સાથે બસ સેવા અને વેપાર આજથીફરી શરૂ થઇ જશે. આ વાતને જમ્મુ - કાશ્મીર સરકારે પણ સમર્થન આપ્યું છે. પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પર બે ભારતીય જવાનોની હત્યા કર્યા બાદ બંને દેશો વચ્ચેનો વેપાર અને બસ સેવા રોકી દેવામાં આવી હતી.

હવે આજથી બંને દેશો વચ્ચે ફરીથી બસ સેવા શરૂ કરવામાં આવનાર છે ત્યારે બંને દેશોમાં ફસાયેલા યાત્રીઓને બસમાં સફર કરવાની તક આપવામાં આવશે. ભારત - પાકિસ્તાનના 100થી વધારે નાગરિકો આ સેવા બંધ થવાને કારણે ફસાયેલા છે.

પુંછના ચક્કાં દા બાગથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સુધી રાહ - એ -મિલન બસ સેવા ફરીથી શરૂ કરવામાં આવી રહી છે. આ સાથે વેપાર માટે ટ્રક્સના આવાગમન માટે પણ માર્ગ ખુલ્લો મુકવામાં આવશે. 8 જાન્યુઆરીની ઘટના બાદ આ સેવા બંધ કરી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે પાકિસ્તાન તરફથી સંઘર્ષ વિરામના ઉલ્લંઘનની 10 ઘટનાઓ બની છે. વર્ષ 2011માં આવી 61, 2012માં 117 ઘટનાઓ બની હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X