For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકન સ્નોડેનને શરણ આપવાનો ભારતનો સ્પષ્ટ ઇનકાર

|
Google Oneindia Gujarati News

edward snowden
નવી દિલ્હી, 2 જુલાઇ : ભારતે અમેરિકાના એડવર્ડ સ્નોડેનની એ અરજીનો અસ્વીકાર કરી દીધો છે જેમે સ્નોડેને ભારતમાં રાજનૈતિક શરણ માટે અપીલ કરી હતી. વિદેશ મંત્રાલયે આ અંગેની જાણકારી આપી છે.

આ પહેલા આજે જ સમાચાર આવ્યા હતા કે અમેરિકન જાસૂસી કરતૂતોને ઉજાગર કરનાર એડવર્ડ સ્નોડેને ભારત સહિત 20 દેશો પાસે શરણની માંગણી કરી છે. સ્નોડેનના મામલામાં વિકીલીક્સની કાનૂની સલાહકાર સારાહ હૈરિસને સ્નોડેન તરફથી આ અંગે અરજી કરી છે. સ્નોડેનની વેબસાઇટ પર આ જાણકારી આપી હતી.

વિકીલીક્સે એક નિવેદનમાં જણાવ્યું કે '30 જૂન 2013ના રોજ વિકીલીક્સની કાનૂની સલાહકાર સારાહ હૈરિસને એડવર્ડ સ્નોડેનના મામલામાં જાતે પોતાના હાથે અરજી સોપી છે.'

આમાં કહેવાયું છે કે 'અરજી મોડી સાંજે સોસ્કોમાં શેરમેત્યેવો હવાઇ મથક પર રૂસી વાણિજ્ય દૂતાવાસમાં એક અધિકારીને આપવામાં આવી.' આની સાથે જ તેની સાથે જ તેને સંબંધીત દસ્તાવેજોને પણ જોડવામાં આવ્યા છે જેમાં સ્નોડેન અમેરિકામાં ઉત્પન્ન થનાર જોખમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ સંબંધમાં આ અરજી ઘણા દેશોને મોકલવામાં આવી છે જેમાં ઓસ્ટ્રિયા, બોલિવિયા, બ્રાઝિલ, ચીન, ક્યૂબા, ફિનલેન્ડ, ફ્રાંસ, જર્મની, ભારત, ઇટલી, આયર્લેન્ડ, નેધરલેન્ડ, નિકારાગુઆ, નોર્વે, પોલેન્ડ, સ્પેન, સ્વિસ કનફેડરેશન તથા વેનેજૂએલાનો સમાવેશ થાય છે.

જોકે ઓબામા સરકારે વિભિન્ન દેશોને ચેતવણી આપી દીધી છે કે સ્નોડેનને શરણ આપવામાં આવે નહી કારણ કે તે જાસૂસી તથા ગોપનીય દસ્તાવેજોને લીક કરવાના આરોપમાં અમેરિકામાં વોન્ટેડ છે.

English summary
Ministry of External Affairs spokesperson Syed Akbarrudin said that there was no question of granting asylum to Snowden.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X