For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UNGA: પાક.ની નાપાક બોલી પર ભારત કહ્યું પાક. છે "આતંકી રાજ્ય"

|
Google Oneindia Gujarati News

આ વર્ષે પણ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે તેમના 10 મિનિટના ભાષણમાંથી 8 મિનિટ સુધી ખાલી ભારત-કાશ્મીરના નામનું રટણ કર્યું. દર વખતની જેમ તેમણે કાશ્મીરમાં ફેલાયેલી અશાંતિ માટે ભારતને જવાબદાર ગણાવતા,આવા અત્યાચારો રોકવાનું કહ્યું. જો કે આમાં કોઇ નવી વાત છે નહીં. પાક. દર વખતે પાક.વાળી જ કરે છે!

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધૂસી 3 કેમ્પ ફૂંક્યા?ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધૂસી 3 કેમ્પ ફૂંક્યા?

જો કે તે બાદ ભારત દ્વારા પાકિસ્તાનના આ બફાટ અંગે સણસણતો જવાબ પર વિવિધ નેતાઓ દ્વારા આપવામાં આવ્યો. અને ત્યારે વડાપ્રધાન નવાઝ શરીફે યુએનજીએમાં શું કહ્યું અને ભારતની આ અંગે વિવિધ પ્રતિક્રિયા શું છે જાણો નીચેના આ લેખમાં...

UNમાં ભારતે કહ્યું પાક. આતંકવાદને 'મહેમાન' જેમ સાચવે છે!UNમાં ભારતે કહ્યું પાક. આતંકવાદને 'મહેમાન' જેમ સાચવે છે!

કાશ્મીર રટણ

કાશ્મીર રટણ

પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં કહ્યું કે ભારતે કાશ્મીરમાં અશાંતિ ફેલાવી છે. તે ત્યાંના લોકો પર અત્યાચાર કરે છે. ભારતીય સેના કાશ્મીરમાં માનવઅધિકારોનું હનન કરે છે. તેણે ભારત પર એક્ટ્રા જ્યૂડિશિયલ કિંલિંગનો આરોપ પણ લગાવ્યો.

બુરહાન વાની

બુરહાન વાની

શરીફે કહ્યું કે સુરક્ષાબળોના એન્કાઉન્ટરમાં "યુવા નેતા" બુરહાન વાનીનું મોત થઇ છે. તેણે કહ્યું કે બુરહાન કાશ્મીરી જનતા માટે રોડ મોડલ હતો. વધુમાં કાશ્મીરમાં ભડકેલી હિંસા વખતે બાળકો, મહિલાઓની મોત માટે સ્વતંત્ર તપાસની માંગ પણ પાકિસ્તાનને સંયુક્ત મહાસભામાં કરી હતી.

ભારત માનતું નથી

ભારત માનતું નથી

નવાઝ શરીફે કહ્યું કે ભારત અને પાક વચ્ચે શાંતિ ત્યારે જ શક્ય છે જ્યારે કાશ્મીર મુદ્દાનો ઉકેલવામાં આવે. દ્રિપક્ષીય વાતચીત મુદ્દે પાકિસ્તાને કહ્યું કે પાક. તો હંમેશા વાતચીત કરવા તૈયાર છે પણ ભારત માની નથી રહ્યું.

ભારતનો વળતો પ્રહાર

જો કે પાકિસ્તાનની આ તમામ પોકળ વાતોને ભારતે જડમૂળથી નકારી કાઢી છે. પૂર્વ ભારતીય રાજદૂત, પવન શર્માએ જણાવ્યું કે પાકિસ્તાનને પુરાવા આપવાનો કોઇ મતલબ જ નથી. તેને બધાથી અલગ જ પાડી દેવું જોઇએ.

રામ માધવ, ભાજપ

તો ભાજપના નેતા રામ માધવે જણાવ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાને આતંકી કમાન્ડરનો ખુલ્લેઆમ પ્રચાર કરીને બતાવી દીધુ છે કે પાકિસ્તાન આતંકવાદને કેટલું પોષે છે.

કોંગ્રેસ

તો બીજી તરફ ક્રોંગ્રેસે પણ પાકિસ્તાનની આ વાત પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસના એએમ સંધવીએ પણ કહ્યું કે આમ કરીને પાકિસ્તાન બધાની સામે પોતાની જ મજાક ઉઠાવી રહ્યું છે.

English summary
Read the points of Nawaz Sharif speech at unga against india. And indian politician reaction.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X