Covid 19 Update: છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 43071 કેસ સામે આવ્યા
Covid 19 Update: છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 43071 કેસ સામે આવ્યા
સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી 43071 નવા કેસ સામે આવ્યા છે અને 955 લોકોના જીવ ચાલ્યા ગયા છે. નવા કેસ સામે આવ્યા બાદ ભારતમાં હાલ પોઝિટિવ મામલાની કુલ સંખ્યા 3,05,45,433 થઈ ગઈ છે અને મોતના આંકડા 4,02,005 પર પહોંચી ગયા છે.

24 કલાક દરમિયાન 52,299 લોકો હોસ્પિટલેથી સાજા થઈ ઘરે પરત ફર્યા છે, જે બાદ કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,96,58,078 થઈ ગઈ છે અને ભારતમાં સક્રિય મામલાઓની કુલ સંખ્યા 4,85,350 થઈ ગઈ છે જ્યારે દેશમાં કુલ વેક્સીનેશનનો આંકડો 35,12,21,306 થઈ ગયો છે જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસ વેક્સીનના 63,87,849 ડોઝ લગાવવામાં આવ્યા છે. દેશભરમાં રિકવરી રેટ વધીને 97.09% થઈ ગયો છે અને દૈનિક પોઝિટિવિટી રેટ 2.34% છે.
જ્યારે દિલ્હીમાં પણ સુધારો થયો છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે ગત 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાવાયરસ સંક્રમણના 86 નવા મામલા આવ્યા છે અને 5 દર્દીઓના આ દરમિયાન મોત થયાં છે, જો કે કોરોનાના કેસમાં ઘણી કમી આવી છે પરંતુ દિલ્હીના ત્રણ નગર નિગમના આંકડાઓ મુજબ જૂન મહિનામાં હવે 19366 મૃત્યુ પ્રમાણપત્ર જાહેર કરવામાં આવ્યાં છે જે પાછલા વર્ષના મુકાબલે ઘણા વધુ છે. વર્ષ 2021ના જૂન મહિનામાં 11,642 મૃત્યુ પ્રમાણપત્ર જાહેર કરવામાં આવ્યા હતા.
દેશમાં ભલે કોરોનાના કેસ ઘટી ગયા હોય પરંતુ હજી પણ બધાએ સતર્ક રહેવાની જરૂરત છે. એમ્સ પ્રમુખે શનિવારે ચેતવણી આપી કે ભારતમાં કોરોનાવાયરસની ત્રીજી લહેર "invetitable" છે, અને આ આગલા છથી આઠ અઠવાડિયામાં દેશમાં આવી શકે છે માટે બધાએ ખુબ સાવધાન રહેવાની જરૂરત છે કેમ કે થોડીક લાપરવાહી ફરીથી ભયાનક રૂપ લઈ શકે છે.












Click it and Unblock the Notifications
