પીએમ મોદીનો આજે જન્મદિવસ, કોંગ્રેસે કહ્યુ - Happy Birthday
રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાનો 68 જન્મદિવસ મનાવી રહ્યા છે. પીએમ મોદીને આજે ચારે તરફથી શુભકામનાઓ મળી રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાનો 68 જન્મદિવસ મનાવી રહ્યા છે. પીએમ મોદીને આજે ચારે તરફથી શુભકામનાઓ મળી રહી છે. સામાન્યથી ખાસ દરેક વ્યક્તિ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને તેમના સ્વસ્થ રહેવા તેમજ લાંબી ઉંમરની કામના કરી રહ્યા છે. મોદીને શુભકામના પાઠવનારામાં તેમના પક્ષના લોકો તો શામેલ છે જ, વિરોધી પક્ષે પણ તેમને ટ્વિટર અને ફેસબુક પર જન્મદિવસની શુભકામનાઓ આપી છે.
|
મોદીજી વારાણસીમાં મનાવશે જન્મદિવસ
તમને જણાવી દઈએ કે પીએમ મોદી પોતાનો જન્મદિવસ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં મનાવશે. 26 મે, 2014 ના રોજ ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમને પ્રધાનમંત્રી રૂપે શપથગ્રહણ કરાવ્યા હતા.
|
17 સપ્ટેમ્બરે થયો હતો જન્મ
17 સપ્ટેમ્બર, 1950 માં જન્મેલા નરેન્દ્ર મોદી પહેલા એવા પ્રધાનમંત્રી છે જેમણે આઝાદ ભારતની હવામાં આંખો ખોલી.
|
શુભકામનાઓથી છલકાયુ સોશિયલ મીડિયા
મોદીજી માટે રાષ્ટ્રપતિ કોવિંદ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જીએ ટ્વીટ કર્યુ છે.
|
કોંગ્રેસે કહ્યુ- Happy Birthday Modi ji
કોંગ્રેસે પીએમ મોદીને જન્મદિવસની શુભકામનાઓ આપી છે. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલથી લખ્યુ છે કે અમે પીએમ મોદીને જન્મદિવસની શુભકામનાઓ આપીએ છીએ.
|
પીએમ મોદી જ ટ્રેન્ડ કરી રહ્યા છે
આ જ કારણ છે કે આજે ફેસબુકથી લઈને ટ્વિટર સુધી પીએમ મોદી ટ્રેન્ડ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
