મળો ભારતની પહેલી લોકો પાયલટ સુરેખા યાદવને, હવે વંદે ભારત ટ્રેન દોડાવી ઇતિહાસ સર્જ્યો

વંદે ભારત ટ્રેન દોડાવતા સુરેખા યાદવનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પ્લેટફોર્મ નંબર 8 પર સન્માન કરાયુ હતુ. સુરેખા યાદવની આ વિશેષ ઉપલબ્ધિ માટે તેનું અભિવાદન કરાયુ હતું.

ભારતની મહિલાઓ રોજ નવા નવા રેકોર્ડ સ્થાપી રહી છે ત્યારે હવે આ લિસ્ટમાં વધુ એક રેકોર્ડ ઉમેરાયો છે. પુરૂષ સમાવડી બની રહી છે ત્યારે ભારતની એક મહિલાએ વંદે ભારત એક્સપ્રેસ સ્થાપીને ઉંચી ઉડાન ભરી છે. હવે આ મહિલા વિશે તમામ લોકો જાણવા માંગે છે. આજે અમે તમને તેના વિશે જણાવીશું.

સુરેખા યાદવે નવો ઇતિહાસ સર્જ્યો

સુરેખા યાદવે નવો ઇતિહાસ સર્જ્યો

હાલમાં જ સુરેખા યાદવે લોકો પાયલટ તરીકે વંદે ભારત ટ્રેન દોડાવીને નવો ઇતિહાસ રચ્યો છે. સોલાપુરથી સીએએમટી સુધી વંદે ભારત દોડાવનારી લોકો પાયલટ સુરેખા યાદવ એશિયાની પહેલી ટ્રેન ડ્રાઈવર પણ છે.

સુરેખા એશિયાની પહેલી લોકો પાયલટ છે

સુરેખા એશિયાની પહેલી લોકો પાયલટ છે

મહારાષ્ટ્રના સતારાની રહેવાસી સુરેખા યાદવ વર્ષ 1988માં માત્ર ભારત જ નહીં પરંતુ એશિયામાં પણ પ્રથમ મહિલા ટ્રેન ડ્રાઈવર બની હતી. સુરેખાના નામે આ બહુ મોટી ઉપલબ્ધિ છે.

વિશેષ ઉપલબ્ધિ માટે સન્માન કરાયુ

વિશેષ ઉપલબ્ધિ માટે સન્માન કરાયુ

હવે વંદે ભારત ટ્રેન દોડાવતા સુરેખા યાદવનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પ્લેટફોર્મ નંબર 8 પર સન્માન કરાયુ હતુ. સુરેખા યાદવની આ વિશેષ ઉપલબ્ધિ માટે તેનું અભિવાદન કરાયુ હતું.

હાલ ભારતમાં 10 વંદે ભારત ટ્રેનો દોડી રહી છે

હાલ ભારતમાં 10 વંદે ભારત ટ્રેનો દોડી રહી છે

અહીં તમને જણાવી દઈએએ કે, હાલ ભારતમાં 10 વંદે ભારત ટ્રેનો દોડી રહી છે. આ ટ્રેન ઉત્તમ સુવિધાઓ અને ઝડપના કારણે ખૂબ જ ઓછા સમયમાં લોકપ્રિય બની છે.

વંદે ભારત ટ્રેન સુવિધાઓ માટે ફેમસ છે

વંદે ભારત ટ્રેન સુવિધાઓ માટે ફેમસ છે

દેશની પ્રથમ વંદે ભારત ટ્રેન નવી દિલ્હી અને વારાણસી વચ્ચે દોડી હતી. આ ટ્રેન ફેબ્રુઆરી 2019માં ચલાવવામાં આવી હતી. આ ટ્રેનમાં ઓટોમેટિક ગેટ, એસી કોચ, ઓનબોર્ડ વાઈ-ફાઈ જેવી ઘણી સુવિધાઓ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X