પાડોશી ધર્મઃ ભારતે શ્રીલંકાને 2.5 બિલિયન ડૉલર આપ્યા, સેંકડો ટન અનાજ આપ્યું
પાડોશી ધર્મઃ ભારતે શ્રીલંકાને 2.5 બિલિયન ડૉલર આપ્યા, સેંકડો ટન અનાજ આપ્યું
શ્રીલંકામાં ચાલી રહેલા આર્થિક સંકટ વચ્ચે ભારત તરફથી પણ શ્રીલંકાને મદદ કરવામાં આવી રહી છે. શ્રીલંકામાં ભારતના હાઈ કમિશ્નર ગોપાલ બાગ્લેએ જણાવ્યું કે અમે શ્રીલંકાની ઈમરજન્સી અપીલ પર ત્વરિત કાર્યવાહી કરતાં જાન્યુઆરી મહિનેથી જ તેમની તરફ મદદનો હાથ લંબાવ્યો છે. ભારત તરફથી શ્રીલંકાને 2.5 બિલિયન ડૉલરની આર્થિક મદદ કરવામાં આવી છે. 3 ફેબ્રુઆરીએ 500 મિલિયન ડટલરનું લાઇન ઑફ ક્રેડિટ પણ સાઈન કરવામાં આવ્યું છે, 1.5 ટન જેટ એવિએશન ફ્યૂઅલ, ડીઝલ અને પેટ્રોલ પણ શ્રીલંકા પહોંચાડ્યું છે. મે મહિના સુધી વધુ 5 કન્સાઈનમેન્ટ પહોંચશે. આની સાથે જ એક બિલિયન ડૉલરની ખાદ્ય સામગ્રી, દવાઓ અને જરૂરી સામાન પહોંચાડવામાં આવી રહ્યો છે.

ગોપાલ બાગ્લેએ જણાવ્યું કે ચોખાનો પહેલો કાર્ગો જલદી જ શ્રીલંકા પહોંચશે. માત્ર એક અઠવાડિયામાં આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સમજૂતી કરવામાં આવી છે જે શ્રીલંકાના લોકો માટે જીવનદાયી સાબિત થઈ. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ શ્રીલંકા સાથે 400 મિલિયન ડૉલરની મુદ્રાના સ્વેપની મદદ ઉપલબ્ધ કરાવી છે. સાથે જ સેંટ્રલ બેંક ઑફ શ્રીલંકા પર સેંકડો મિલિયન ડૉલરની બાકી રકમ પણ આરબીઆઈએ હાલ પૂરતી અસ્થગિત કરી દીધી છે. બાગ્લેએ જણાવ્યું કે સંકટના આ સમયમાં જેવી રીતે ભારતે ત્વરિત મદદનો હાથ લંબાવ્યો છે તેના શ્રીલંકામાં સમાજના દરેક વર્ગના લોકો વખાણ કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
