સાઈકો કિલરે રેપ કરી નવ બાળકીઓને મોતને ઘાટ ઉતારી, થઈ ધરપકડ

સાઈકો કિલરે રેપ કરી નવ બાળકીઓને મોતને ઘાટ ઉતારી, થઈ ધરપકડ

ગ્વાલિયરઃ ગુડગાંવ પોલીસે એક સાઈકો કિલર સુનીલની ધરપકડ ધરપકડ કરી લીધી છે. પોલીસે સુનીલની પૂછપરછ કરી પાંચ વર્ષ પહેલા ગાયબ થયેલ માસૂમ બાળકીઓની અસ્થિઓ હાંસલ કરી લીધી છે. આ અસ્થિઓ કાજલ કાલ્પનિક નામની છોકરીની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જો કે તપાસ માટે અસ્થિઓને ફોરેન્સિક લેબ મોકલી આપવામાં આવી છે. જ્યાં તેમનો ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવશે.

9 માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મ કરી તેમની હત્યા કરી

9 માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મ કરી તેમની હત્યા કરી

ગુડગાંવ પોલીસના હાથે ચઢેલ સાઈકો સુનીલે પ્રાથમિક તપાસમાં 9 માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મ કરી તેમની હત્યા કરી હોવાનું સ્વીકાર્યું છે. તેણે વધુ બાળકીઓને શિકાર બનાવી હોય તે પણ શક્ય છે. હાલ પોલીસને જાણવા મળ્યું કે તે 9 બાળકીઓમાંથી એક ઘટના ગ્વાલિયરની પણ છે, જેને નરાધમ સુનીલે પાંચ વર્ષ પહેલા અંજામ આપ્યો હતો. સુનીલે પોલીસ પાસે સ્વીકાર્યું કે ગ્વાલીયરના સિંધિયા રાજવંશ છત્રીથી હાથ લાગેલ હાડકાં 2013માં ગાયબ થયેલ પાંચ વર્ષીય કાજલની છે, પરંતુ હકીકત તો તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે.

2013માં ઘટનાને અંજામ આપ્યો

2013માં ઘટનાને અંજામ આપ્યો

માસૂમ બાળકીઓને લલચાવી ફૂસલાવીને તેમની સાથે દુષ્કર્મ કરી તેમની હત્યા કરનાર નરાધમ ઉત્તર પ્રદેશનો રહેવાસી સાઈકો કિલર સુનીલની ધરપકડ બાદ પોલીસે તેની પૂછપરછ કરી છે. હાલ એક બાળકીનાં હાજપિંજર મળ્યાં છે જે ગ્વાલિયરની પાંચ વર્ષીય કાજલનાં છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2013માં પાંચ વર્ષની કાજલ અચલેશ્વર મંદિર પર ભંડારા ખાવા ગઈ હતી અને ત્યાંથી તે ગાયબ થઈ ગઈ હતી.

માસૂમની માતાને પોલીસ પર ભરોસો નથી

માસૂમની માતાને પોલીસ પર ભરોસો નથી

સમગ્ર ઘટનાક્રમ વિશે કાજલની માતા ગુડ્ડી બાઈએ જણાવ્યું કે તેમણે 2013માં કપ્પૂ થાણામાં કાજલની ગાયયબ થવાની ફરિયાદ કરી હતી અને તેને ગાયબ કરવામાં રાણી પરિહાર નામની મહિલાનો હાથ હોવાનું જણાવ્યું હતું. તેમણે પોલીસ પર આરોપ લગાવ્યો કે 3 મહિના ચક્કર લગાવ્યા બાદ પોલીસે તેના અપહરણની ફરિયાદ દાખલ કરી હતી. શનિવારે હાડકાં મળ્યા બાદ પોલીસે કાજલની માતાને પોલીસ સ્ટેશને બોલાવી તેનું નિવેદન લીધું. પરંતુ ગુડ્ડી બાઈ હજુ પણ પોલીસની વાત પર ભરોસો કરી રહી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X