For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત ખુદ 6જી ટેકનિક લૉન્ચ કરવાની તૈયારીમાં, સંચાર મંત્રીએ કર્યુ એલાન

ભારત 6જી ટેકનિકને વિકસિત કરવાની દિશામાં કામ કરી રહ્યુ છે અને વર્ષ 2023ના અંત કે પછી 2024ની શરૂઆતમાં 6જી ટેકનિકને લૉન્ચ કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારત 6જી ટેકનિકને વિકસિત કરવાની દિશામાં કામ કરી રહ્યુ છે અને વર્ષ 2023ના અંત કે પછી 2024ની શરૂઆતમાં 6જી ટેકનિકને લૉન્ચ કરી શકે છે. કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે એક કાર્યક્રમ દરમિયાન બોલતા કહ્યુ કે 6જી ટેકનિકને વિકસિત કરવાનુ કામ પહેલા જ શરૂ થઈ ચૂક્યુ છે. તેને 2023 કે 2024માં જોઈ શકાય છે. અમે આ દિશામાં કામ કરી રહ્યા છે. અમે આને ભારતમાં જ તૈયાર કરીશુ અને તેના ઉપકરણોને પણ ભારતમાં જ તૈયરા કરશે. ત્યારબાદ તેને ભારતમાં શરૂ કર્યા બાદ દુનિયાભરમાં તેનુ વિતરણ કરશે.

ashwini vaishnav

ભારત માત્ર 6જી ટેકનિક પર જ કામ કરી રહ્યુ છે એવુ નથી પરંતુ ખુદ સ્વદેશી 5જી લૉન્ચ કરવાની પણ તૈયારી કરી રહ્યુ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે આ ટેકનિક માટે સૉફ્ટવેરને આવતા વર્ષ સુધીમાં તૈયાર કરી લેવામાં આવશે. 5જી સ્પેક્ટ્રમની હરાજીની પ્રક્રિયા પણ આવતા વર્ષના બીજા ત્રિમાસિકમાં શરૂ કરવામાં આવી શકે છે. આના માટે ટ્રાઈનો સંપર્ક કરવામાં આવ્યો છે અને એ બાબતના નિર્દેશ આપવામાં આવ્યા છે. ટ્રાઈએ પહેલા જ આના માટે સૂચનો લેવાનુ શરૂ કરી દીધુ છે કે જે આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચ સુધી પૂરુ થઈ જશે. ત્યારબાદ 2022ના બીજા ત્રિમાસિકમાં હરાજીની પ્રક્રિયાને શરૂ કરવામાં આવી શકે છે.

નોંધનીય વાત છે કે સંચાર કંપનીઓની શૉર્ટ ટર્મ લિક્વિડિટી અને લાંબા સમયથી પેન્ડીંગ મુદ્દાઓને ઉકેલવા માટે કેબિનેટે 9માં સુધારાને મંજૂરી આપી હતી. આ સુધારા હેઠળ કેન્દ્ર સરકારે ટેલીકૉમ કંપનીઓને આ વિકલ્પ આપ્યો છે કે તે ચાર વર્ષના મોરેટોરિયમ સ્પેક્ટ્રમની રકમ આપવા માટે લઈ શકે છે. ભારતી એરટેલ, વોડાફોને ચાર વર્ષના મોરેટોરિયમનો વિકલ્પ પસંદ કર્યો છે. આ સુધારાને સપ્ટેમ્બરમાં એલાન કરીને અશ્વિની વૈષ્ણવે કહ્યુ હતુ કે ટેલીકૉમ ક્ષેત્રમાં સુધારાનો વધુ એક દોર શરૂ થશે.

English summary
India set to launch 6G technology in 2023-24
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X