બાળક નહીં અપરિપક્વ છે રાહુલઃ શિવસેના
મુંબઇ, 5 નવેંબરઃ સતત ભ્રષ્ટાચારોના આરોપોનો સામનો કરી રહેલી કોંગ્રેસ સરકારે રવિવારે પોતાના દિગ્ગજો સાથે રામલીલા મેદાનમાં એક મહારેલી કરી, જેમાં પ્રધાનમંત્રી મનમોહન સિંહ, યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી અને કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ જનતાને સંબોધિત કરી હતી, જેના બીજા દિવસે એફડીઆઇને લઇને શિવસેનાએ રાહુલ ગાંધીને 'અપરિપક્વ' ગણાવ્યા છે.
રાહુલ ગાંધીએ એફડીઆઇની સરખામણી કારગીલ યુદ્ધ સાથે કરતા તેની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. શિવસેનાના પ્રવક્તાએ કહ્યું કે, સેના અને એનડીએના અન્ય ઘટક પક્ષો રાહુલ ગાંધીના 'મિત્રો' જેમકે વોલમાર્ટ સામેનો વિરોધ ચાલું રાખીશું.
સંજય રાઉતે કહ્યું છે,'' રાહુલ ગાંધીના 'મિત્રો' જેવા કે વોલમાર્ટ પોતાના ફાયદા માટે ભારતીય માર્કેટમાં ઘુસવા માગે છે. એનડીએ આવું નહીં થવા દે અને રિટેલમાં એફડીઆઇનો વિરોધ ચાલું રખાશે.''
રાજકરણ અંગની રાહુલ ગાંધીની પરિપક્વતા પર પ્રહાર કરતા તેમણે કહ્યું છે કે, રાહુલ માત્ર બાળક જ નથી પરંતુ તે અપરિપક્વ પણ છે. જો રાહુલને એફડીઆઇ અન કારગીલ વચ્ચેનો ભેદ ખબર ના હોય તો તેમણે રાજકારણમાં આવવું જ ના જોઇએ.
શિવસેનાએ કહ્યું કે, કારગીલ પાડોશી દેશ પાકિસ્તાનનું ગંદુ કૃત્ય હતું, જેની સામે લડવા અને દુશમનને પરાસ્ત કરવા માટે બધાને એક થવાની જરૂર હતી, પરંતુ પાકિસ્તાને ત્યારની સરકારને સમર્થન કર્યું નહોતું. જો તેના સ્થાને એનડીએ હોત તો એનડીએ એ આવા સંજોગોમાં કોંગ્રેસને જરૂરથી મદદ કરી હોત.












Click it and Unblock the Notifications
