આ મામલે USનું મધ્યસ્થી બનવું ભારતને નથી મંજૂર

Written By:
Subscribe to Oneindia News

ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર ના મુદ્દે બંન્ને દેશો વચ્ચેની શાંતિ સ્થાપવા માટે ફરી એકવાર અમેરિકા દ્વારા મધ્યસ્થી બનવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. આ મામલે ભારતે અમેરિકાને સ્પષ્ટ જવાબ આપતાં કહ્યું છે કે, પાકિસ્તાન સાથેના સંબંધો અને કાશ્મીરના મુદ્દે કોઇ પણ પ્રકારની મધ્યસ્થા ભારતને મંજૂર નથી. ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રસંઘ(યૂએન)માં અમેરિકન રાજદૂત નિકી હેલેએ કહ્યું હતું કે, આ બંન્ને દેશોની શાંતિ પ્રક્રિયા માટે અમેરિકા મધ્યસ્થી બનવા તૈયાર છે, સાથે જ તેમણે આ મામલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની ભૂમિકાની પણ વાત કરી હતી. જો કે, ભારતે અમેરિકાની મધ્યસ્થી બનવાની વાતને નકારી કાઢી છે.

narendra modi

ભારત સરકારની નીતિમાં કોઇ પરિવર્તન નહીં

મંગળવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગોપાલ બાગલેએ આ મામલે ભારતનું વલણ સૌની સમક્ષ સ્પષ્ટ કરી દીધું હતું. તેમણે કહ્યું, 'પાકિસ્તાન સાથેના તમામ દ્વિપક્ષીય મુદ્દાઓ મામલે સરકારના વલણમાં કોઇ પરિવર્તન નથી આવ્યું. ભારત સરકારનું માનવું છે કે, પાકિસ્તાન સાથેના તમામ વિવાદોનું સમાધાન કોઇ ત્રીજા પક્ષની સંડોવણી વિના દ્વિપક્ષીય વાતચીતથી આવવું જોઇએ.' ભારતે આગળ પણ પાકિસ્તાન સાથેના તમામ વિવાદિત મુદ્દાઓ પર કોઇ ત્રીજા પક્ષની મધ્યસ્થાની વાત નકારી હતી. આ પહેલાં પણ ભારત દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ભારતને બંન્ને દેશો વચ્ચેના મામલે કોઇ પણ ત્રીજા પક્ષની સંડોવણી મંજૂર નથી. અમેરિકા પહેલેથી જ બંન્ને દેશો વચ્ચે તટસ્થ રહ્યું છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું માનવું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મિત્રતા અફઘાનિસ્તાન માટે પણ લાભકારક બનશે.

અહીં વાંચો - મોદી સરકારની આર્થિક નીતિઓને મળી સૌથી મોટી સફળતા

અમેરિકાનો પ્રસ્તાવ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની વણસતી પરિસ્થિતિઓમાં અમેરિકાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી બનવાની તૈયરી દર્શાવી હતી. અમેરિકાના રાજદૂત નિકી હેલેએ કહ્યું હતું કે, અમેરિકા આ બંન્ને દેશો વચ્ચે વધતી ખેંચતાણને કારણે ખૂબ ચિંતિત છે. અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઇ ઘટના ઘટે એની રાહ નહીં જુએ, બંન્ને દેશો વચ્ચેનો વિવાદ મોટું સ્વરૂપ ધારણ ન કરે એ માટે અમેરિકા કોઇપણ પ્રકારની ભૂમિકા ભજવવા તૈયાર છે. નિકી અનુસાર, અમેરિકાનું માનવું છે કે, અમેરિકાએ આ બંન્ને દેશો વચ્ચે શાંતિ સ્થાપવાની પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવવી જોઇએ. બંન્ને દેશો વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે, પરંતુ એમેરિકા એ વાત પર ધ્યાન આપશે કે તે કઇ રીતે આ વિવાદ શાંત પાડી શાંતિ પ્રક્રિયામાં સહભાગી બની શકે એમ છે.

English summary
In a response to US Ambassador to the UN Nikki Haley, India made it very clear that Governments position for bilateral redressal of India-Pakistan issues has not changed.
Please Wait while comments are loading...