For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરમાણુ ક્ષમતા ધરાવતી અગ્નિ-5 મિસાઇલનું સફળ પરિક્ષણ

ઓરિસ્સાના તટ પર ભારતે એક સફળતા હાંસલ કરતા ગુરૂવારે અગ્નિ 5નું સફળ પરીક્ષણ કર્યું હતું. ઓરિસ્સાના અબ્દુલ કલામ દ્વીપથી અગ્નિ 5 લોન્ચ કરવામાં આવ્યું હતું.

By Shachi
|
Google Oneindia Gujarati News

ઓરિસ્સાના તટ પર ભારતે એક સફળતા હાંસલ કરતા ગુરૂવારે અગ્નિ 5નું સફળ પરીક્ષણ કર્યું હતું. ઓરિસ્સાના અબ્દુલ કલામ દ્વીપથી અગ્નિ 5 લોન્ચ કરવામાં આવ્યું હતું. પરમાણુ હથિયાર લઇ જવામાં સક્ષમ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ(ICBM)ની મારક ક્ષમતા 5 હજાર કિલોમીટર છે. આ મિસાઇલ ચીનના સુદૂર ઉત્તરી પ્રાંતોમાં પહોંચીને પણ હુમલો કરી શકે છે. અગ્નિ-5 મિસાઇલ ડીઆરડીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે. પૃથ્વી અને ધનુષ જેવી ઓછા અંતરે હુમલો કરતી શકતી મિસાઇલો સિવાય ભારત પાસે અગ્નિ-1, અગ્નિ-2 અને અગ્નિ-3 મિસાઇલો છે, જે પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી હતી. અગ્નિ-4 અને અગ્નિ-5 મિસાઇલો ચીનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. છેલ્લે અગ્નિ મિસાઇલનું પરીક્ષણ 26 ડિસેમ્બર, 2016ના રોજ કરવામાં આવ્યું હતું. ત્યારે કહેવામાં આવ્યું હતું કે, આ ત્રણ સ્ટેજ મિસાઇલનું ફોર્થ અને ફાઇનલ એક્સપરિમેંટલ છે.

India

આ મિસાઇલ પહેલું પરિક્ષણ એપ્રિલ 2012માં અને બીજું સપ્ટેમ્બર 2013માં કરવામાં આવ્યું હતું. આ આધુનિક મિસાઇલનું ચોથું અને પાંચમું પરિક્ષણ જાન્યુઆરી 2015 અને ડિસેમ્બર 2016માં કરવામાં આવ્યું હતું. અગ્નિ-5 મિસાઇલની ઊંચાઇ 17 મીટર અને પહોળાઇ 2 મીટર છે. તેનું વજન 50 ટન છે અને તે અઢી ટન સુધીના પરમાણુ હથિયારોનું વજન લઇ શકે છે. તેની ઝડપ ધ્વનિની ગતિ કરતાં 24 ગણી વધારે છે. અગ્નિ-5નો ઇન્ડિયન વેપન્સમાં સમાવેશ થયા બાદ ભારત પણ અમેરિકા, રશિયા, ચીન, ફ્રાંસ અને યૂકેસાથે આઈસીબીએમ(5000થી વધુ 5500 કિમીના અંતરસાથે મિસાઇલ)વાળા દેશોમાં સુપર-એક્સક્લૂઝિવ ક્લબમાં આવી જશે. પૃથ્વી અને ધનુષ જેવી નાની રેન્જવાળી મિસાઇલ સિવાય સ્ટ્રેટેજિક ફોર્સન્સ કમાન્ડે અગ્નિ-1, અગ્નિ-2 અને અગ્નિ-3 મિસાઇલો બહુ પહેલા જ તૈયાર કરી દીધી હતી. આ વખતે ડીઆરડીઓ દ્વારા ચીનના જોખમો સામેલડવા માટે ખાસ અત્યાધુનિત અગ્નિ-5 મિસાઇલ તૈયાર કરવામાં આવી છે.

missile
English summary
India test-fires nuclear-capable ICBM Agni-V from Odisha coast
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X