2028માં ભારત વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતો દેશ હશે : UN

india-population
નવી દિલ્હી, 14 જૂન : આજે યુનાઇટેડ નેશન્સ દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટની વાત માનીએ તો ભારતની વસતી વર્ષ 2028માં ચીનની વસતીને પણ વટાવી જશે. રિપોર્ટમાં 'વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ : ધ 2012 રિવિઝન'માં કહેવાયું છે કે વર્ષ 2050 સુધીમાં વિશ્વની વસતી વધીને 9.6 અબજની થઇ જશે.

દિલ્હીમાં આવેલી યુએનની ઓફિસમાં પ્રવક્તાએ જણાવ્યું કે "વર્તમાન સમયમાં વિશ્વની વસતી 7.2 અબજ છે. જે આવનારા 12 વર્ષમાં એક બિલિયન જેટલી વધી જશે. વર્ષ 2025 સુધીમાં તે 8.1 અબજ અને વર્ષ 2050 સુધીમાં તે 9.6 અબજ થઇ જશે."

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અત્યારથી વર્ષ 2050 સુધીનો અંદાજ સૌથી વધારે જન્મદર ધરાવતા દેશો ખાસ કરીને આફ્રિકા અને સાથે ભારત, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, ફિલિપાઇન્સ અને અમેરિકાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા દાયકાઓથી ભારતમાં વસતી વૃદ્ધિદર વધતો રહ્યો છે. જો કે પાછલા દાયકામાં તેમાં થોડો ઘટાડો નોંધાયો છે.

બીજી તરફ વર્ષ 2030 બાદ ચીનની વસતી ઘટવાનું શરૂ થશે. વર્ષ 2100 સુધીમાં તે ઘટીને 1.1 અબજ થશે. ત્યાર બાદ વિશ્વની વસતી વૃદ્ધિદરમાં પણ થોડો ઘટાડો નોંધાશે. 20મી સદીમાં માનવ જન્મમાં મોટો ઘટાડો નોંધાશે. આ રિપોર્ટ સમગ્ર વિશ્વના વર્ષ 2010ના સેન્સસ ડેટા પરથી તૈયાર કરવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X