ઈઝરાયેલ પાસેથી હથિયાર ખરીદનાર સૌથી મોટો દેશ બન્યો ભારત

હથિયાર ખરીદવાની હોડમાં ભારત સરકાર સતત સૌથી મોટુ બજાર સાબિત થઈ રહી છે. ગયા વર્ષે ભારતે ઈઝરાયેલ પાસેથી સૌથી વધુ હથિયાર ખરીદ્યા છે.

હથિયાર ખરીદવાની હોડમાં ભારત સરકાર સતત સૌથી મોટુ બજાર સાબિત થઈ રહી છે. ગયા વર્ષે ભારતે ઈઝરાયેલ પાસેથી સૌથી વધુ હથિયાર ખરીદ્યા છે. આ આંકડો સમગ્ર એશિયા પેસિફિક ક્ષેત્રનો છે જે અનુસાર હથિયારોની ખરીદીમાં ઘણો વધારો થયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઈઝરાયેલની સૈન્ય નિકાસમાં 2017 માં 41 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. રક્ષા ક્ષેત્રમાં આ સતત ત્રીજા વર્ષે વધારો નોંધવામાં આવ્યો છે. આ વખતે ઈઝરાયેલમાં હથિયારોની ખરીદી 9.2 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે.

weapon

ઈઝરાયેલ પાસેથી બધા દેશો હથિયાર ખરીદે છે. જેમાં ત્રણ સૌથી મોટા દેશ છે કે જે 58 ટકા હથિયાર ઈઝરાયેલના ખરીદે છે. જેમાં ભારતનું સ્થાન સૌથી આગળ છે. ભારતે લગભગ 715 મિલિયન ડૉલર સુધીના હથિયાર ગયા વર્ષે ખરીદ્યા છે. વળી, બીજા નંબરે વિયેટનામ આવે છે. તેણે લગભગ 142 મિલિયન ડૉલરના હથિયાર ખરીદ્યા છે. જ્યારે અજરબૈજાને લગભગ 137 મિલિયન ડૉલરના હથિયાર આ વર્ષે ખરીદ્યા છે.

નોંધનીય છે કે ઈઝરાયેલ હાલમાં 21 ટકા હથિયાર યૂરોપના દેશોમાં વેચે છે. જ્યારે નોર્થ અમેરિકાને 14 ટકા, આફ્રિકા તેમજ લેટિન અમેરિકાને 7 ટકા હથિયાર ઈઝરાયેલ વેચે છે. ઈઝરાયેલ દ્વારા વેચાનાર હથિયારોમાં સૌથી વધુ હવાઈ હુમલામાં સુરક્ષા, રડાર સિસ્ટમ અને સંચાર સાધન સાથે જોડાયેલા હથિયારો છે. સૌથી વધુ હથિયારમાં તે હોય છે જે ઈઝરાયેલની સેના ફિલિસ્તીનના કબ્જાવાળા વિસ્તારોમાં ઉપયોગ કરી ચૂકી હોય છે. માટે આ હથિયારોની ટેસ્ટીંગ પહેલા જ થઈ ગઈ હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X