સરબજીતના દેહને ભારત લાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ: શિંદે
નવી દિલ્હી, 2 મે: સરબજીત સિંહના મોત પર કેન્દ્રીય ગૃહ મંત્રી સુશીલ શિંદેએ ગહન શોક વ્યક્ત કર્યો હતો. તેમને કહ્યું હતું કે સરબજીત સિંહના મોત પર દેશ માટે એક દુખદ ધટના છે. તેમને કહ્યું હતું કે સરબજીત સિંહના દેહને ભારત લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે સરબજીત સિંહનો અંતિમ સંસ્કાર તેમના પરિવારની મુજબ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં મોતની સજાનો સામનો કરી રહેલા ભારતીય કેદી સરબજીત સિંહનું લાહોરની જિન્ના હોસ્પિટલમાં મોડી રાત્રે દોઢ વાગે મોત નિપજ્યું હતું. સરબજીત સિંહ પર પાકિસ્તાનની જેલમાં ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ તે ગત છ દિવસો સુધી ડીપ કોમામાં રહ્યાં હતા.












Click it and Unblock the Notifications
