For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપી : ડીએસપી હત્યા કેસમાં રાજા ભૈયાનું રાજીનામુ

|
Google Oneindia Gujarati News

પ્રતાપગઢ, 4 માર્ચ : કુંડાના માથાભારે નેતા રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા પુનઃ વિવાદમાં સપડાયાં છે. તેમની સામે પ્રતાપગઢ જિલ્લાના ડેપ્યુટી એસપી એટલે કે ડીએસપી ઝિયા-ઉલ-હકની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને તે અંગે કેસ નોંધવામાં આવ્યો છે. તે પછી ઉત્તર પ્રદેશના ખાદ્ય મંત્રી રાજા ભૈયાએ આજે મુખ્યમંત્રી અખિલેશ યાદવને મળી તેમને પોતાનું રાજીનામું આપી દીધું.

raja-bhaiya

નોંધનીય છે કે ડીએસપી ઝિયા-ઉલ-હકના પત્ની પરવીન આઝાદે પોલીસમાં રાજા ભૈયા અને તેમના નજીકના કુંડા પંચાયતના પ્રમુખ ગુલશન યાદવ, શમિત સિંહ, હરિઓમ શ્રીવાસ્તવ તેમજ ગુડ્ડૂ સિંહ વિરુદ્ધ રિપોર્ટ નોંધાવી છે. તેણે રાજા ભૈયા સામે પોતાના પતિની હત્યાની સાજિશ રચવાનો આરોપ મુક્યો છે. તે પછી પોલીસે રાજા ભૈયાની ધરપકડ કરી છે. આ અગાઉ રાજા ભૈયાએ રાજીનામુ પણ આપી દીધું.

એસપી સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે જણાવ્યું કે રાજા ભૈયાનું રાજીનામુ મંજૂર કરવામાં આવશે. આ સમગ્ર ઘટનાને કારણે અખિલેશ સરકારની પ્રતિષ્ઠા સામે પ્રશ્નચિહ્ન ઊભો થયો છે.

રાજ્ય સરકારે પ્રતાપગઢના એસલી અનિલ કુમાર રાયને પણ તેમના હોદ્દા ઉપરથી દૂર કરી દીધાં છે.

English summary
In DSP killing case, FIR registered against cabinet minister Raja Bhaiya in Pratapgarh, Uttar Praesh. After that, Raja has resigned.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X