India US Tariff : ભારત પર અમેરિકાએ કેટલો ટૅરિફ લાગુ કર્યો? જાણો શું કહ્યું સરકારે?

India US Tariff : રાજયસભામાં વેપાર અને ઉદ્યોગ રાજ્ય મંત્રી જીતીન પ્રસાદે સ્પષ્ટ કર્યું કે અમેરિકાએ ભારત પર કોઈ વિશેષ ટૅરિફ લાગુ કર્યો નથી.

જો કે, 13 ફેબ્રુઆરી 2025ના રોજ અમેરિકાએ પરસ્પર વેપાર અને શુલ્ક સંબંધિત એક મેમોરેન્ડમ જાહેર કર્યું છે, જેમાં તેમના વેપારી ભાગીદારોની નીતિઓ અમેરિકાને કેવો પ્રભાવ પોહચાડી રહી છે તેની સમીક્ષા કરવા અમેરિકી વેપાર પ્રતિનિધિને સૂચન કરવામાં આવ્યું છે.

India-US Tariff

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અનેકવાર ભારતને ઉચ્ચ ટૅરિફવાળો દેશ કહી રહ્યાં છે. તેમનું માનવું છે કે ભારત દુનિયામાં સૌથી વધુ ટૅરિફ વસૂલતા દેશોમાંનો એક છે. ટ્રમ્પે જાહેરાત કરી હતી કે 2 એપ્રિલ 2025થી અમેરિકાએ પણ ભારત પર સમાન ટૅરિફ લાગુ કરવાનો નિર્ણય લીધો છે, જે ભારત દ્વારા અમેરિકા પર લાગુ કરવામાં આવે છે.

મંત્રી જીતીન પ્રસાદે જણાવ્યું કે અમેરિકાએ માત્ર સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર વધારાનો ટેરિફ લગાવ્યો છે. જે તમામ દેશો માટે લાગુ પડશે. સરકાર આ મામલે સંપૂર્ણ સમીક્ષા કરી રહી છે અને તેના કારણે ભારતના નિકાસ પર પડનારા પ્રભાવની વિગતવાર તપાસ કરી રહી છે.

અમેરિકા અને ભારત 2030 સુધી દ્વિપક્ષીય વેપારને 500 બિલિયન ડોલર સુધી વધારવાના લક્ષ્ય પર એકસાથે કામ કરી રહ્યા છે. બંને દેશો પારસ્પરિક લાભ, બજાર પહોંચ વધારવા અને ટૅરિફમાં ઘટાડા માટે મળીને પ્રયાસ કરી રહ્યા છે.

13 ફેબ્રુઆરી 2025ના રોજ બંને દેશોએ સંયુક્ત નિવેદન જાહેર કર્યું, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે મિશન 500'અંતર્ગત વેપારને બમણો કરવાની દિશામાં કાર્ય કરવામાં આવશે. આ માટે વેપાર સમજૂતી, સપ્લાય ચેઈનને મજબૂત બનાવવી અને મહત્વના વેપાર મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે.

હાલ તો સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારત પર અમેરિકા દ્વારા કોઈ વિશેષ ટૅરિફ લાગુ કરાયો નથી. મિશન 500 અંતર્ગત બંને દેશો 2030 સુધી વેપારને નવી ઊંચાઈઓએ પહોંચાડવા માટે સંકલ્પબદ્ધ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X