For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માલદીવની હરકતોનો ભારતે લીધો બદલો, યુએનમાં આપ્યો ઝટકો

માલદીવની યામીન અબ્દુલ્લા સરકાર સતત ભારતની સુરક્ષાના વિરોધમાં કામ કરી રહી છે. જેનું પરિણામ તેણે સંયુક્ત સુરક્ષા પરિષદમાં ભોગવવું પડી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

માલદીવની યામીન અબ્દુલ્લા સરકાર સતત ભારતની સુરક્ષાના વિરોધમાં કામ કરી રહી છે. જેનું પરિણામ તેણે સંયુક્ત સુરક્ષા પરિષદમાં ભોગવવું પડી રહ્યુ છે. યુએનમાં અસ્થાયી સભ્ય માટે થયેલ ચૂંટણીમાં ભારતે માત્ર માલદીવની વિરોધમાં મત આપીને ઝટકો નથી આપ્યો પરંતુ ઘણા દેશોને પોતાની સાથે લાવીને તેની હાર સુનિશ્ચિત કરી. માલદીવની સરકાર હિંદ મહાસાગરમાં ભારતના હિતોના વિરોધમાં સતત કામ કરી રહી છે અને હાલમાં જ ભારતીય વર્ક પરમિટ પર પણ અબદુલ્લા સરકારે રોક લગાવવાના નિર્દેશ આપ્યા છે.

maldives

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં થયેલી અસ્થાયી વોટિંગમાં માલદીવને માત્ર 46 વોટ મળ્યા. વળી, ઈન્ડોનેશિયાને 144 દેશોનો સાથ મળ્યો. યુએનમાં માલદીવના વિરોધમાં વોટ કરીને ભારતે માલદીવને માત્ર હરાવ્યુ નથી પરંતુ તેનો બેઝ પણ નબળો કરવાની કોશિશ કરી છે.

માલદીવની અબ્દુલ્લા સરકાર પાકિસ્તાન સાથે પોતાના સંબંધો દર્શાવીને તેમજ ચીન સાથે હિંદ મહાસાગરમાં ભારત સામેની ગતિવિધિઓમાં સાથ આપીને બંને દેશોના સંબંધોમાં ખટાશ પેદા કરવાની કોશિશ કરી છે. જેના પરિણામે ભારતે દંડાત્મક કાર્યવાહી કરી છે. વળી, આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે માલદીવ સરકારે ઈમરજન્સી લાગુ કરી હતી ત્યારે અબ્દુલ્લાએ ચીનનો સાથે લઈને ભારતને પોતાના દેશમાં હસ્તક્ષેપ નહિ કરવા માટે કહ્યુ હતુ. યુએનમાં માલદીવ પોતાની જીતનો દાવો કરી રહી હતી. પરંતુ ભારતે ઈન્ડોનેશિયાના પક્ષમાં વોટ આપીને અન્ય દેશોને પણ પોતાની સાથે લઈને અબ્દુલ્લા સરકારને તગડો ઝટકો આપ્યો છે.

જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે જાકાર્તાનો પ્રવાસ કર્યો હતો ત્યારે ઈન્ડોનેશિયાએ ભારતનું સમર્થન માંગ્યુ હતુ.

English summary
India votes against Maldives for non-permanent seat in UNSC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X