Weather News: MP-UPમાં તાપમાન વધશે, આસામ-સિક્કિમમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી
Weather News: માર્ચના પ્રથમ સપ્તાહમાં જ ગરમીએ પોતાના તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે. હોળી પછી આજે ઘણા રાજ્યોમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે. ભારતીય હવામાન વિભાગે (IMD) તેના તાજેતરના અપડેટમાં જણાવ્યું છે કે, હિમાલયના ક્ષેત્રમાં વધુ એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, જેના કારણે આગામી બે-ત્રણ દિવસમાં વાતાવરણ પલટાશે.

આજથી યુપી-એમપી (UP-MP) માં ગરમી વધશે, જ્યારે હવામાન વિભાગે દેશના 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ રાજ્યોમાં ઉત્તરાખંડ, આસામ, સિક્કિમ, મેઘાલય અને જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. IMDએ જણાવ્યું છે કે વરસાદ દરમિયાન તેજ પવન પણ ફૂંકાઈ શકે છે.
દિલ્હીનું હવામાન (Delhi Weather)
રાજધાની દિલ્હીમાં આજે હવામાન શુષ્ક રહેશે, વરસાદની કોઈ ચેતવણી નથી. દિવસના તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. ગુરુવારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.
દિલ્હીના મુખ્ય સ્ટેશનો પર આજનો AQI (સવારે 6 વાગ્યાની સ્થિતિ)
- પુસા, દિલ્હી: 285 AQI
- શાદીપુર, દિલ્હી: 275 AQI
- પંજાબી બાગ, શિવાજી પાર્ક: 284 AQI
- નોર્થ કેમ્પસ, દિલ્હી મિલ્ક સ્કીમ કોલોની: 272 AQI
- મુંડકા, દિલ્હી: 268 AQI
Himachal Pradesh Weather Today : હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાની આશંકા
મંડી, શિમલા, સિરમૌર, સોલન, બિલાસપુર, ચંબા, હમીરપુર, કાંગડા, કિન્નૌર અને કુલ્લુમાં વરસાદ માટે Orange Alert જાહેર કરવામાં આવ્યો છે.
Uttar Pradesh Weather: ઉત્તર પ્રદેશનો પારો વધશે
યુપીના અનેક શહેરોમાં તાપમાનમાં વધારો થશે. આગ્રા, મથુરા, બરેલી, બલરામપુર, કાનપુર, લખનૌ, ગોંડા, બહરાઈચ, ગોરખપુર અને દેવરિયામાં આજે તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
Uttarakhand Weather Forecast: ઉત્તરાખંડમાં હળવા વરસાદની શક્યતા
ઉત્તરકાશી, ચમોલી, પૌડી, રુદ્રપ્રયાગ, ટિહરી, હરિદ્વાર, નૈનીતાલ, અલ્મોડા, પિથોરાગઢ, ચંપાવત અને દેહરાદૂનમાં હળવા વરસાદની આશંકા છે.
Rajasthan weather update: રાજસ્થાનમાં પણ વધશે તાપમાન
જયપુર, જોધપુર, ઉદયપુર, બીકાનેર, કોટા, અજમેર, ભરતપુર અને બાડમેરમાં આજે તાપમાન વધશે. હવામાન વિભાગે આ વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યું છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?











Click it and Unblock the Notifications
