Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sanchar Saathi App: સંચાર સાથી એપ મુદ્દે સરકાર ઘુંટણીએ, આદેશ પરત લેવાયો

કેન્દ્ર સરકારે સ્માર્ટફોનમાં સંચાર સાથી એપના ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલેશન સંબંધિત આદેશ પાછો ખેંચી લીધો છે. આ નિર્ણય એપને લઈને ઉદ્ભવેલા ભારે વિવાદ અને વિરોધ પક્ષોના તીવ્ર રોષ વચ્ચે લેવામાં આવ્યો છે.

છેલ્લા બે દિવસથી આ આદેશ અંગે વિપક્ષી નેતાઓ, નાગરિક અધિકાર કાર્યકરો અને ડિજિટલ સુરક્ષા નિષ્ણાતો દ્વારા આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા હતા, જેમણે તેને ગોપનીયતાનું ઉલ્લંઘન અને સંભવિત દેખરેખ ગણાવ્યું હતું.

સરકાર દ્વારા આ આદેશ પાછો ખેંચવા પાછળનું કારણ જણાવવામાં આવ્યું છે કે, સંચાર સાથી એપ પ્રત્યે લોકોની વધતી રૂચિને કારણે હવે તેની ફરજિયાતપણાની જરૂર નથી. એક નિવેદનમાં કહેવાયું છે કે, છેલ્લા 24 કલાકમાં છ લાખથી વધુ લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે અને કુલ ડાઉનલોડની સંખ્યા 1.4 કરોડથી પણ વધી ગઈ છે. પ્રી-ઇન્સ્ટોલેશનનો આદેશ માત્ર ડાઉનલોડ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે હતો, પરંતુ હવે તે પાછો ખેંચવામાં આવે છે.

સરકારે વધુમાં સ્પષ્ટતા કરી છે કે આ એપને મોબાઈલમાંથી સરળતાથી દૂર કરી શકાય છે અને તે કોઈપણ પ્રકારની જાસૂસી કરતી નથી. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ લોકસભામાં જણાવ્યું કે, સંચાર સાથી એપ દ્વારા જાસૂસી શક્ય નથી અને ક્યારેય થશે પણ નહીં. તેમણે ઉમેર્યું કે આ એપનું એકમાત્ર કાર્ય ગ્રાહકોને સાયબર અપરાધથી બચાવવાનું છે.

સિંધિયાએ ભારપૂર્વક કહ્યું કે નાગરિકો કોઈપણ અન્ય એપની જેમ તેને અનઇન્સ્ટોલ કરી શકે છે. તેમણે સ્વીકાર્યું કે એપની સફળતા જાહેર ભાગીદારી પર નિર્ભર કરે છે અને સરકાર લોકોના પ્રતિભાવને આધારે ભવિષ્યમાં આદેશમાં ફેરફાર કરવા તૈયાર છે.

આદેશ બહાર પડ્યા બાદ તરત જ વિપક્ષી નેતાઓએ તેને ગોપનીયતાના ભંગ તરીકે જોયો હતો. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેને હાસ્યાસ્પદ ગણાવતા કહ્યું હતું કે, આ માત્ર ફોનની જાસૂસીની વાત નથી, પરંતુ સમગ્ર દેશને સરમુખત્યારશાહીમાં બદલવાનો પ્રયાસ છે. કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આવું રશિયા અને ઉત્તર કોરિયામાં થાય છે. હવે આપણા અંગત ફોટા અને વીડિયો પર પણ નજર રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ વિવાદનું સૌથી મોટું મૂળ એ આશંકા હતી કે ક્યાંક આ એપ સરકારી દેખરેખનો નવો માર્ગ ન બની જાય, ખાસ કરીને 'પેગાસસ’ જાસૂસી વિવાદની યાદો તાજી થઈ હતી. જો કે, સરકારે સતત ભારપૂર્વક કહ્યું છે કે આ એપ કોઈપણ પ્રકારની ટ્રેકિંગ, દેખરેખ અથવા ખાનગી ડેટા સુધી પહોંચ રાખતી નથી.

'સંચાર સાથી’ એ ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) દ્વારા વિકસિત એક સાયબર સુરક્ષા અને જાગૃતિ પ્લેટફોર્મ છે. આ એપ મોબાઇલ એપ અને વેબ પોર્ટલ બંને સ્વરૂપે ઉપલબ્ધ છે. તેના દ્વારા નાગરિકો પોતાની ID પર કેટલા મોબાઇલ કનેક્શન સક્રિય છે તે જોઈ શકે છે, નકલી કે શંકાસ્પદ નંબરોની ફરિયાદ કરી શકે છે, ખોવાયેલા/ચોરાયેલા ફોન શોધી શકે છે અને સાયબર સુરક્ષા સંબંધિત માહિતી મેળવી શકે છે. સરકારનો દાવો છે કે આ એપ નાગરિકોને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવામાં અત્યંત અસરકારક છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X