કારગિલના હીરો સ્ક્વાડ્રનને મળી રાફેલની કમાન, આ એરબેઝ પર તહેનાત થશે નવાં ફાઈટર જેટ

કારગિલના હીરો સ્ક્વાડ્રનને મળી રાફેલની કમાન, આ એરબેઝ પર તહેનાત થશે નવાં ફાઈટર જેટ

અંબાલાઃ ફ્રાન્સથી ખરીદવામાં આવનાર ફાઈટર જેટ રાફેલની તહેનાતી અંબાલા વાયુસેના સ્ટેશન પર કરવામાં આવી છે. રાફેલને કારગિલ યુદ્ધમાં અદમ્ય સાહસ દેખાડનાર 'ગોલ્ડન એરોઝ' 17 નંબર સ્ક્વાડ્રનમાં રાખવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ 17 સ્ક્વાડ્રનની ફરીથી રચના કરી છે. જે રાફેલને સંચાલિત કરનાર પહેલી એકમ હશે. સ્ક્વાડ્રનની રચના પર બોલતા વાયુસેના પ્રમુખે કહ્યું કે, કમાંડિંગ ઑફિસર ગ્રુપ કેપ્ટન હરકીરત સિંહને સ્ક્વાડ્રન પ્રતીક ચિન્હ સોંપતા મને ખુશી થઈ રહી છે.

golden arrows

ગોલ્ડન એરોઝ 17 સ્ક્વૉડ્રનને ફરીથી ગઠિત કર્યા

વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆ મંગળવારે અંબાલા યાવુસેના બેઝ પહોંચ્યા. અહીં પર એક સમારોહમાં તેમણે ગોલ્ડન એરોઝ 17 સ્ક્વૉડ્રનને ફરીથી ગઠિત કરવાનું એલાન કર્યું. કાર્યક્રમને સંબોધિત કરતા એર ચીફ માર્શલે કહ્યું કે ગોલ્ડન એરોઝ પેશેવર ઉત્કૃષ્ટતા અને સમર્પણનું એક પ્રતિક રહ્યું છે. અંબાલાની સાથે 17 સ્ક્વાડ્રનનું જોડાણ 1951માં અહીં બન્યા બાદથી જ છે. અહીં અંબાલામાં ફરી વાપસી થઈ છે.

કારગિલ જંગનો હીરો છે 17 સ્ક્વાડ્રન

17 ગોલ્ડન એરો સ્ક્વાડ્રન રાફેલ ઉડાણવાળી પહેલી સ્ક્વાડ્રન હશે. એરફોર્સના ગ્રુપ કેપ્ટન અનુપમ બેનરજીએ જણાવ્યું કે અમ્બાલામાં ગોલ્ડન એરો સ્ક્વાડ્રનને તહેનાત કરવામાં આવી રહ્યું છે. ફ્રાન્સથી 36 રાફેલ ખરીદવામાં આવી રહ્યાં છે. તેમને પાક સીમા પાસે અમ્બાલા અને ચીન સીમા પાસે હાશીમારા એરબેઝ પર તહેનાત કરવામાં આવનાર છે. રાફેલ આ મહિનેથી મળવા લાગશે. 17 નંબર સ્ક્વાડ્રનમાં પહેલું મિગ 21 (ટાઈપ-96) ફાઈટર જેટ હતું જે ભટિંડામાં તહેનાત હતું. હવે આ સ્ક્વાડ્રનના તમામ મિગ 21 રિટાયર થઈ ચૂક્યાં છે માટે આ સ્ક્વાડ્રનમાં હવે રાફેલને સામેલ કરવામાં આવી રહ્યાં છે.

3 વર્ષ પહેલા સ્ક્વાડ્રનને વાયુસેનાએ ભંગ કરી દીધો હતો

એક દિલચસ્પ વાત એ છે કે કારગિલ યુદ્ધ દરમિયાન વાયુસેના પ્રમુખે આ 17 નંબર સ્ક્વાડ્રનને કમાંડિંગ ઑફિસર એટલે કે સીઓ તરીકે કમાંડ કર્યું હતું. પરંતુ 3 વર્ષ પહેલા સ્ક્વાડ્રનને વાયુસેનાએ ભંગ કરી દીધો હતો. જેને મંગળવારે એકવાર ફરીથી જીવિત કરી દીધું છે. સ્ક્વાડ્રનની સ્થાપના 1951માં કરવામાં આવી હતી અને શરૂમાં તેણે હૈવિલૈંડ વેમ્પાયર એફ એમકે 52 લડાકૂ વિમાનોની ઉડાણોને સંચાલિત કરી હતી. 1999ના યુદ્ધ દરમિયાન ઓપરેશન સફેદ સાગરના સમય સ્ક્વાડ્રન ભટિંડા એરફોર્સ સ્ટેશન પર તહેનાત હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X