Indian Air Forceની લેડી ઓફિસર્સે પહેલી વાર ઉડાવ્યુ MI-17 હેલીકોપ્ટર, બનાવ્યો રેકોર્ડ
ભારતીય વાયુસેના (Indian Air Force)ની વિમેન ઓફિસર્સે એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
ભારતીય વાયુસેના (Indian Air Force)ની વિમેન ઓફિસર્સે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આઈએએફના ઑલ વુમન ક્રૂએ પહેલી વાર MI-17 હેલીકોપ્ટર ઉડાવ્યુ છે અને સોમવારે આ મીડિયમ લિફ્ટ હેલીકૉપ્ટરને ટેક ઑફ કરતા જ આ ક્રૂ રેકોર્ડ બુકમાં આવી ગયુ. આઈએએફ તરફથી અધિકૃત નિવેદન જાહેર કરીને આની પુષ્ટિ કરવામાં આવી છે.

ભારદ્વાજ MI-17 ઉડાવનાર પહેલી પાયલટ
હેલીકૉપ્ટરના ક્રૂમાં ફ્લાઈટ લેફ્ટનન્ટ પારુલ ભારદ્વાજ (કેપ્ટન), ફ્લાઈંગ ઑફિસર અમન નિધિ (કો-પાયલટ) અને ફ્લાઈટ લેફ્ટેનન્ટ હિના જયસ્વાલ (ફ્લાઈટ એન્જિનિયર) શામેલ હતા. આ ત્રણેએ બેટલ ઈનક્લૉયએશન ટ્રેનિંગ મિશનને પૂરુ કર્યુ. ઑફિસર્સે સાઉથ વેસ્ટર્ન કમાન્ડના ફૉરવર્ડ એરબેઝને પ્રતિબંધિત વિસ્તારથી ટેકઑફ કર્યુ અને પછી સફળતાપૂર્વક હેલીકૉપ્ટની લેંડિંગ કરાવી. ફ્લાઈટ લેફ્ટનેન્ટ ભારદ્વાજ પંજાબના મુકેરિયાનની રહેવાસી છે. આ નવા કીર્તિમાનથી અલગ તેમણે પણ એક અલગ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ફ્લાઈટ લેફ્ટનન્ટ ભારદ્વાજ પહેલી મહિલા પાયલટ છે જેમણે MI-17 હેલીકૉપ્ટર ઉડાવ્યુ છે.
ઝારખંડથી IAFની પહેલી પાયલટ નિધિ
ફ્લાઈંગ ઓફિસર નિધિ, રાંચીની રહેવાસી છે અને તે ઝારખંડથી આઈએએફની પહેલી મહિલા પાયલટ છે. આ ઉપરાંત ફ્લાઈંગ ઓફિસર જયસ્વાલ ચંદીગઢની રહેવાસી છે અને તે IAFની પહેલી મહિલા ફ્લાઈટ એન્જિનિયર છે. આ ત્રણે મહિલા પાયલટને હેલીકૉપ્ટર ટ્રેનિંગ સ્કૂલ જે હાકિમપેટમાં છે ત્યાં બેઝિક ફ્લાઈટ ટ્રેનિંગ આપવામાં આવી હતી. ત્યારબાદ બેંગલુરુના યેલહાંકા એરફોર્સ સ્ટેશન પર તેમને એડવાન્સ ટ્રેનિંગ આપવામાં આવી. આ હેલીકૉપ્ટર ઉડવા યોગ્ય છે તેનુ સર્ટિફિકેટ સ્કવૉડ્ર્રન લીડર ઋચા અધિકારી તરફથી આફવામાં આવ્યુ હતુ કે જે યુનિટ એન્જિનિયર ઓફિસર છે.












Click it and Unblock the Notifications
