For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય વાયુસેનાને મળ્યું પહેલું અટેક હેલિકોપ્ટર અપાચે, ચીન પાસે પણ નથી આવાં હથિયાર

ભારતીય વાયુસેનાને મળ્યું પહેલું અટેક હેલિકોપ્ટર અપાચે, ચીન પાસે પણ નથી આવાં હથિયાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાને શુક્રવારે તેનું પહેલું અટેક હેલિકોપ્ટર અપાચે મળી ગયું છે. અમેરિકાના એરીજોના સ્થિત બોઈંગ, પ્રોડક્શન ફેસિલિટીમાં આઈએએફને પહેલું હેલિકોપ્ટર ઔપચારીક રીતે સોંપી દેવામાં આવ્યું છે. શનિવારે સવારે આઈએફે ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી. અપાચેને અપાચે ગાર્ડિયન હેલિકોપ્ટર નામથી પણ ઓળખવામાં આવે છે. એએચ-64ઈ (1) અપાચે ગાર્ડિયન એક એડવાન્સ્ડ અને દરેક વાતાવરણમાં હુમલો કરવાની ક્ષમતાથી સજ્જ હેલિકોપ્ટર છે જેને જમીન ઉપરાંત હવામાં હાજર દુશ્મન પર પણ હુમલો કરવામાં ઉપયોગમાં લઈ શકાય છે. આ હેલીકોપ્ટર ઓછી ઉંચાઈ પર વૃક્ષો અને પહાડોની વચચે પણ ઉડાણ ભરી શકે છે અને દુશ્મનને નેસ્તનાબૂદ કરી શકે છે.

apache

જુલાઈમાં ભાર આવશે હેલિકોપ્ટર

એર માર્શલ બુટોલાએ ઈન્ડિયન એરફોર્સ તરફથી પહેલું અપાચે હાસલ કર્યું. બોઈંગ સેન્ટર પર એક કાર્યક્રમ અંતર્ગત આ હેલીકોપ્ટર વાયુસેનાને સોંપવામાં આવ્યું. અમેરિકી સરકારના પ્રતિનિધિ પણ આ અવસરે હાજર હતા. આઈએએફે સપ્ટેમ્બર 2015માં અમેરિકાની સાથે આ હેલિકોપ્ટરની ડીલ સાઈન કરી હતી. ડીલ અંતર્ગત વાયુસેનાને 22 અપાચે હેલીકોપ્ટર મળશે. જુલાઈ સુધી આ હેલીકોપ્ટર્સનો પહેલો લોડ ભારત આવી જશે. આ સમય હેલિકોપ્ટરના એરક્રૂ અને ગ્રાઉન્ડ ક્રૂને અમેરિકી સેનાના અલબામા સ્થિત ફોર્ટ રકર બેઝ પર આને પરેટ કરવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ ક્રૂ એરફોર્સમાં આ હેલીકોપ્ટરના ફ્લીડને લીડ કરશે.

જમ્મુ-કાશ્મીર અને નોર્થ ઈસ્ટમાં મળશે ફાયદો

અપાચે હેલીકોપ્ટરને મળવું એક ખરેખર મહત્વપૂર્ણ ઘટનાક્રમ છે. અપાચે ઈન્ડિયન એરફોર્સને એવા સમયે મળે છે જ્યારે સેનાને મોર્ડનાઈઝેશનની બહુ જરૂરત છે. હેલીકોપ્ટરનું આઈએએફની આગામી જરૂરિયાતોના હિસાબે તૈયાર કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે જમ્મુ કાશ્મીર અને નોર્થ ઈસ્ટ જેવી જગ્યાઓ પર જ્યાં પહાડી વિસ્તાર છે, ત્યાં આ હેલીકોપ્ટર દુશ્મન વિરુદ્ધ રામબાણ સાબિત થશે. અપાચે હેલીકોપ્ટર એકદમ સટીકતાથી ટાર્ગેટને ભેદવામાં સક્ષમ છે. ન માત્ર હવા બલકે જમીનથી પણ આ દુશ્મન પર નિશાન લગાવી શકે છે. આ ઉપરાંત આ હેલીકોપ્ટર વૉર જોનથી તસવીરો હાંસલ કરી તેમને ટ્રાન્સમિટ કરવાની તાકાત પણ રાખે છે. આઈએએફ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ હેલીકોપ્ટરના વેપેન સિસ્ટમથી લઈ તેના ડાટા સિસ્ટમ આને વધુ ખતરનાક બનાવી દે છે. અટેક હેલીકોપ્ટર્સ આઈએએફને ભવિષ્યમાં થનાર જોઈન્ટ પરેશન્સમાં જમીનથી સપોર્ટ આપી શકશે.

આ પણ વાંચો- એર ઈન્ડિયાની ધમાકેદાર ઑફર, લાસ્ટ મિનિટ બુકિંગ પર મળશે ભારે છૂટ

English summary
indian air force got its first Apache helicopter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X