ભારતીય વાયુ સેનાએ સ્થાપનાના 80 વર્ષ પૂરાં કર્યાં

ભારતીય વાયુ સેના આ ઉજવણી ગાઝિયાબાદના હિડન એરબેજ ખાતે કરી રહી છે. આ પ્રસંગે ભારતીય વાયુ સેનાના જવાનોએ બહાદુરી ભર્યાં કારનામા કરી બતાવ્યા હતા. પાંચ વર્ષ પહેલા સુધી ભારતીય વાયુ સેના પોતાનો સ્થાપના દિવસ પાલમ હવાઇ અડ્ડા પર મનાવતી હતી.
આ સમારોહમાં સેનાએ પોતાના નવા અને જુના યુધ્ધ વિમાનોને પ્રદર્શનમાં મૂક્યા હતા. આજે ભારતીય વાયુ સેના પાસે આધુનિક ટેકનોલોજીના વિમાનો છે. તેને દેશની શક્તિશાળી વાયુ સેનાઓ પૈકી એક માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે 1999માં થયેલા પાકિસ્તાન સાથેના કારગિલ યુધ્ધમાં ભારતીય વાયુ સેનાએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ ઉપરાંત સેનાએ સંયુક્ત રાષ્ટ્રના અનેક મિશનોમાં મહત્વની કામગીરી ભજવી છે.












Click it and Unblock the Notifications
