For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીન સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય એરફોર્સનું સ્વદેશી ફાઈટર જેટ LCA તેજસ તહેનાત

ચીન સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય એરફોર્સનું સ્વદેશી ફાઈટર જેટ LCA તેજસ તહેનાત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે જુલાઈથી સંઘર્ષ વધી ગયો છે આ દરમિયાન ભારતીય એરફોર્સે પોતાના સ્વદેશી ફાઈટર જેટ તેજસને તહેનાત કરી દીધું છે. સરકારના સૂત્રો તરફથી મંગળવારે આ વાતની જાણકારી આપવામાં આવી છે. અગાઉ લદ્દાખમાં લાઈટ કોમ્બેટ હેલીકોપ્ટરને પણ તહેનાત કરી દેવામાં આવ્યા છે.

LCA Tejas

લદ્દાખમાં 2015માં ઉડાણ ભરી ચૂક્યું છે તેજસ

સરકારના સૂત્રોના હવાલેથી ન્યૂઝ એજન્સી એએનઆઈએ જણાવ્યું, 'ઈન્ડિયન એરફોર્સ તરફથી એલસીએ તેજસને પશ્ચિમી મોરચા પર તહેનાત કરવામાં આવ્યું છે જે પાકિસ્તાન બોર્ડરની એકદમ નજીક છે જેથી કોઈપણ મુશ્કેલ સ્થિતિમા્ં તેજસ સંભવિત એક્શન લઈ શકે છે.' આ વર્ષે મે મહિનામાં જ ઈનીશિયલ ઓપરેશન સર્ટિફિકેટ હાંસલ કર્યું હતું. હવે ફાઈટર જેટને ફાઈનલ ઓપરેશન સર્ટિફિકેટ અપાવવાના પ્રયાસ તેજ થઈ ગયા છે.

તેજસ સાથે અહીં ભારતીય એરફોર્સે પોતાની નંબર 18 સ્ક્વાડ્રન 'ફ્લાઈંગ બુલેટ્સ' ને પણ ઓપરેશનલાઈઝ કરી દીધી છે જેણે 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને ઝડબાતોડ જવાબ આપ્યો હતો. પીએમ નરન્દ્ર મોદી આ લાઈટ કોમ્બેટ જેટના વખાણ કરી ચૂક્યા છે. આ વાત સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહી હતી કે એલસીએના માર્ક 1 વર્જનની ખરીદીની ડીલ જલદી જ પૂરી થશે. વર્ષ 2015માં તેજસે લદ્દાખની ઉડાણ ભરી હતી. તે સમયે તેજસને લદ્દાખના મુશ્કેલ મોસમમાં ટેસ્ટ કરાયું હતું. ત્યારે લદાખનું તાપમાન -15 ડિગ્રી સેલ્સિયસ સુધી હતું અને તેજસે એક મુશ્કેલ ટેસ્ટ પાસ કરી હતી.

#BoycottChina વચ્ચે ICICI Bank માં ચીનની સરકારી બેંકે રોકાણ કર્યું#BoycottChina વચ્ચે ICICI Bank માં ચીનની સરકારી બેંકે રોકાણ કર્યું

English summary
indian air force lca tejas on western front, tejas tested in minus 15 degree during 2015
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X