For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય મૂળના અમેરિકને જીતી લીધી સ્પેલિંગ બી સ્પર્ધા

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 31 મે : ન્યૂયોર્કમાં રહેનાર ભારતીય મૂળના અમેરિકન અરવિંદ મહનકાલીએ વર્ષ 2013ની 'સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી' સ્પર્ધામાં પોતાની જીત નોંધાવીને ઇતિહાસ રચી દીધો છે. કારણ કે તે આ સ્પર્ધામાં જીત નોંધાવનાર છઠ્ઠા ભારતીય અમેરિકન બની ગયા છે.

સતત છઠ્ઠીવાર આ ઉપલબ્ધી ભારતીય અમેરિકનોના ખાતામાં ગઇ છે. આ રાષ્ટ્રીય સ્પર્ધામાં જીત નોંધાવ્યા બાદ અરવિંદે કહ્યું કે 'શબ્દ નિશ્ચિતપણે અઘરા હતા.' અમેરિકામાં યોજાયેલ આ સ્પર્ધાને લાખો લોકોએ જોઇ.

arvind
આઠમાં ધોરણમાં ભણતો 13 વર્ષિય અરવિંદના પસંદગીના વિષયો ગણિત અને વિજ્ઞાન છે. પરંતુ તે ભૌતિકશાસ્ત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે. તેલુગુ અને સ્પેનિશ ભાષી અરવિંદને ટેનિસ, બાસ્કેટબોલ, તેમજ રંગમંચમાં રસ છે.

અરવિંદે સતત ચોથીવાર આ વર્ષે સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધામાં ભાગ લીધો. વર્ષ 2010માં તે નવમાં સ્થાને તથા 2011 અને 2012માં ત્રીજા સ્થાન પર રહ્યો હતો. સ્પર્ધાના અંતિમ ત્રણ સ્પર્ધકો ભારતીય અમેરિકન ક્રમશ: ઇલિનોઇસના પ્રણવ શિવકુમાર, ન્યૂયોર્કના શ્રીરામ હઠવાર અને ન્યૂયોર્કના જ અરવિંદ મહનકાળી હતા.

English summary
Thirteen year old Indian American Arvind Mahankali scripted history by winning this year s Scripps National Spelling Bee as children from the community dominated the prestigious contest for the sixth year in a row, grabbing the top three slots.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X