For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય સેના દિવસઃ 9 જાન્યુઆરી સુધી ઓનલાઈન સ્પર્ધાઓમાં થઈ શકો છો શામેલ

આ વર્ષે સેના દિવસ દરમિયાન ઘણી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ છે. કોઈ પણ વ્યક્તિ જે ભારતીય નાગરિક છે તે આ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

દેશ દર વર્ષે 15 જાન્યુઆરીના રોજ સેના દિવસ તરીકે મનાવે છે. આ દિવસે થલ સેના પોતાની શક્તિ અને શૌર્યનું પ્રદર્શન કરે છે. થલ સેના પ્રથમ ભારતીય સેનાધ્યક્ષ કે એમ કરિઅપ્પાના પદગ્રહણ ઉપલક્ષ્યને ખૂબ ધામધૂમથી મનાવે છે. આ 'રાષ્ટ્ર પ્રથમ' ના વિચાર પ્રત્યે પ્રતિબદ્ધતાનો તહેવાર છે. આ વર્ષે સેના દિવસ દરમિયાન ઘણી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ છે. કોઈ પણ વ્યક્તિ જે ભારતીય નાગરિક છે તે આ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકે છે.

army day

આ વર્ષે સેના દિવસના પ્રસંગે ઓનલાઈન પેઈન્ટિંગ, ફોટોગ્રાફી, સ્લોગન રાઈટિંગ અને વીડિયો મેકિંગ સ્પર્દાઓનું આયોજન કરવામાં આવ્યુ છે. આ બધી સ્પર્ધાઓ 4 ડિસેમ્બરથી 9 જાન્યુઆરી સુધી આયોજિત કરવામાં આવી રહી છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે હવે થોડા દિવસ જ બાકી રહ્યા છે. આ સ્પર્ધાની થીમ છે, 'INDIAN ARMY: NATION FIRST'

આ સ્પર્ધામાં ભાગ લેવાની અંતિમ તારીખ 9 જાન્યુઆરી, 2019 છે. https://indianarmy.nic.in/index.aspx
દ્વારા તમે વધુ જાણકારી મેળવી શકો છો અથવા સેનાના ફેસબુક પેજ @indianarmy.adgpi પર જઈને વધુ જાણકારી મેળવી શકો છો. આ સ્પર્ધા દરમિયાન ઉત્કૃષ્ટ કલાને આર્મી પેજ પર જોઈ શકાશે. આના માટે ઉમેદવારોને પોતાનું નામ, સરનામુ, ઉંમર, જન્મતિથિ અને ઓળખપત્ર [email protected] પર મોકલવાનું રહેશે.

આ પણ વાંચોઃ કોંગ્રેસની પાર્ટીમાં શત્રુઘ્ન સિન્હા જેવા હીરોની જગ્યા ખાલી છેઃ શશિ થરૂરઆ પણ વાંચોઃ કોંગ્રેસની પાર્ટીમાં શત્રુઘ્ન સિન્હા જેવા હીરોની જગ્યા ખાલી છેઃ શશિ થરૂર

English summary
indian army celebrates army day on 15 January 2019, participate in online competitions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X