પાકિસ્તાનની બર્બરતા સામે ભારતીય સેનાનો સણસણતો જવાબ

Written By:
Subscribe to Oneindia News

સોમવારે પાકિસ્તાનની સેના દ્વારા યુદ્ધવિરામ નું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય સેના ના 2 જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાની સેના દ્વારા આ શબોને વિકૃત કરી નાંખવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ પાકિસ્તાનના આ ઉલ્લંઘનનો સણસણતો જવાબ આપ્યો છે.

indian army

મીડિયાના અહેવાલો અનુસાર, ભારતીય સેના દ્વારા એલઓસી પારની પાકિસ્તાન સેનાની અમુક ચોકીઓને ધ્વસ્ત કરવામાં આવી હતી. બોર્ડર એક્શન ટીમના સભ્યો ઘુસણખોરી કરી શકે એ માટે આ ચોકીઓ તરફથી તેમને કવર ફાયર આપવામાં આવ્યું હતું. એ ચોકીઓ પર જ ભારતીય સેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, આ કાર્યવાહીમાં પાકિસ્તાનના 7 સૌનિકો મરાયા હોવાની ખબરો છે.

પાકિસ્તાનની સેનાની બર્બરતા સામે પ્રત્યાઘાત આપતાં ભારતીય સેના તરફથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, આ અંગેની કોઇ અધિકૃત જાણકારી ઉપલબ્ધ નથી.

અહીં વાંચો - સુક્માઃ વીરપ્પનનો કેસ ઉકેલનાર ઓફિસરના હાથમાં સુક્માની કમાન

ઉલ્લેખનીય છે કે, સોમવારે જમ્મુ-કાશ્મીરની કૃષ્ણા ઘાટીમાં પાકિસ્તાનની સેના દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબારમાં ભારતીય સેનાના બે જવાનો શહીદ થયા હતા. એક જવાન ભારતીય સેનાનો હતો તથા એક જવાન બીએસએફનો. આ સિવાય અન્ય કેટલાક જવાનો ઇજાગ્રસ્ત પણ થયા હતા.

નોર્ધન કમાન્ડનું નિવેદન

આ હુમલા અંગે નોર્ધન કમાન્ડ દ્વારા નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ નિવેદન અનુસાર સોમવારે પાકિસ્તાન તરફથી મોર્ટાર અને રૉકેટ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. કૃષ્ણા ઘાટીમાં ભારતીય સેનાની બે ફોરવર્ડ પોસ્ટ્સ પર આ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબાર દરમિયાન પાકિસ્તાનની જ બેર્ડર એક્શન ટીમ(બેટ)ની બંન્ને પોસ્ટ પર ગોળબાર કરવામાં આવ્યો. નોર્ધન કમાન્ડ તરફથી પુષ્ટિ કરવામાં આવી હતી કે, પાકિસ્તાની સેનાએ ક્રૂરતા દાખવતા ભારતીય સેનાના શહીદ થયેલ જવાનોના શબોને વિકૃત કરી નાંખ્યા હતા. સાથે જ આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું કે, ભારતીય સેના પાક. સેનાના આ કૃત્યનો જવાબ આપશે.

ગત ગુરૂવારે પણ ઉત્તર કાશ્મીરના કુપવાડાના પંજગામમાં આર્મી કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારથી પાકિસ્તાન તરફથી સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

રક્ષા મંત્રાલયના આંકડાઓ જોઇએ તો છેલ્લા 15 મહિનામાં ફેબ્રૂઆરી 2017 સુધીમાં 127 વાર ઘુસણખોરીના પ્રયાસો કરવામાં આવ્યા છે. છેલ્લા 3 વર્ષોમાં ભારતીય સેના પર 38 હુમલાઓ થયા છે, જેમાં આપણા 156 જવાનો શહીદ થયાં છે.

English summary
Indian Army destroy two Pakistan army post according media reports.
Please Wait while comments are loading...