Happy Diwali 2017 : જવાનોએ દેશવાસીઓને પાઠવી શુભકામના

દિવાળીના પાવન અવસરે ભારતીય સેનાના જવાનાઓએ પૂંજમાં દિવાળીની ઉજવણી કરી. જવાનોએ દિવા પ્રગટાવી અને ડાન્સ કરી સાથી જવાનો સાથે દિવાળી માણી.

આજે દેશભરમાં દિવાળીનો તહેવાર ધૂમ ધામથી મનાવવામાં આવી રહ્યો છે. બોર્ડર પર દેશની રક્ષા કરી રહેલા સેનાના જવાનોએ પણ આજે દિવાળી મનાવી હતી. જ્યાં એક તરફ પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંધન કરવામાં આવી રહ્યું છે ત્યાં બીજી તરફ જવાનોએ આ તમામ વાતોની સાથે દિવાળીના ફટાકડા ફોડી અને મીઠાઇ બનાવી એક બીજાને અને દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે દિવાળીમાં જ્યારે આપણે તમામ પરિવાર સાથે છીએ ત્યારે આપણે શાંતિથી આ ઉત્સવને પરિવાર સાથે હસી ખુશીથી મનાવી શકીએ તે માટે સેનાના જવાનો તેમના પરિવારથી દૂર રહી આટલી કપરી પરિસ્થિતિની વચ્ચે દેશની સેવા કરી રહ્યા છે.

indian army celebrated diwali

દિવાળીની આ ખુશીઓ પોતાના સાથી જવાનો સાથે માણવા માટે જવાનોએ હેપ્પી દિવાળીની ડિઝાઇનમાં દિવડા પ્રગટાવ્યા હતા. અને સાથે જવાનોએ ડાન્સ પણ કર્યો હતો. અને આ રીતે તેમની દિવાળીની ખુશીઓ મનાવી હતી. ત્યારે આ પ્રસંગે દિવાળીના પાવન અવસર પર વનઇન્ડિયા ગુજરાતી પણ તેના તમામ વાંચકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી રહ્યું છે. આ દિવાળી તેમના અને તેમના પરિવારજનોના જીવનમાં શાંતિ, સુખ અને સમુદ્ધિ લાવે તેવી શુભકામના.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X