જમ્મુ-કશ્મીરના શોપિયાંમાં 2 આતંકી ઠાર, સેનાનો એક જવાન શહીદ

જમ્મુ-કશ્મીરના શોપિયાંમાં 2 આતંકી ઠાર, સેનાનો એક જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકી અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણમાં એક જવાન શહીદ થઈ ગયો છે, જ્યારે 2 આતંકવાદીઓ પણ ઠાર મરાયા છે. કાશ્મીર પોલીસના આઈજી વિજય કુમારે આ જાણકારી આપી છે. એન્કાઉન્ટરમાં બે જવાન ઘાયલ થયા હતા, જેમાંથી એક શહીદ થઈ ગયો. એક જવાનનો ઈલાજ આર્મી હોસ્પિટલે ચાલી રહ્યો છે.

indian army

વિજય કુમારે જણાવ્યું કે અમને શોપિયાંના વંગામ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી મળી હતી. જે બાદ પોલીસ, સેના અને સીઆરપીએફે મળી સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવ્યું હતું. દરમ્યાન આતંકવાદીઓએ ખુદને ઘેરાતા જોઈ ફાયરિંગ શરૂ કરી દીધું. આતંકવાદીઓની ગોળીબારમાં 2 જવાન ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા હતા, પરંતુ બાદમાં એક જવાનનું મોત થયું. જ્યારે જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી પણ ઠાર મરાયો હોવાના સમાચાર છે. મૃત આતંકવાદીઓ પાસેથી 1 AK 47, 1 M4 અને 1 પિસ્તોલ જપ્ત થઈ છે.

જણાવી દઈએ કે શોપિયાંના મુનિહાલ વિસ્તારમાં સોમવારે પણ એક એન્કાઉન્ટર થયું હતું, જેમાં લશ્કર એ તૈયબાના 4 આતંકવાદીઓ ઠાર મરાયા હતા. આ દરમ્યાન સેનાનો એક જવાન પણ ઘાયલ થયો હતો. સુરક્ષાબળોને આ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી જે બાદ સુરક્ષાબળોએ રવિવારે રાતે જ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ અભિયાન ચલાવ્યું હતું. આ દરમ્યાન આતંકવાદીઓને સરેન્ડર કરવાનો અવસર આપ્યો હતો પણ તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X