LoC પર ભારતીય સેનાની મોટી કાર્યવાહી, 5 પાકિસ્તાની સૈનિક ઠાર
ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં પાકિસ્તાનની ગોળીબારીનો જોરદાર જવાબ આપ્યો છે.
ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં પાકિસ્તાનની ગોળીબારીનો જોરદાર જવાબ આપ્યો છે. જે ખબર આવી રહી છે તેના અનુસાર ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપી પાકિસ્તાની સેનાના 5 સૈનિક મારી નાખ્યા છે. એટલું જ નહીં પરંતુ પાકિસ્તાની બંકરોને પણ મોટાપાયે નુકશાન પહોચાડ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ગોળીબારીમાં 20 પાકિસ્તાની નાગરિક પણ ઘાયલ થયા છે.

સોમવારે મોડી રાત સુધી ચાલ્યું ફાયરિંગ
સૂત્રો અનુસાર જે જાણકારી આવી રહી છે તેના મુજબ પીઓકે સ્થિત બટલ વિસ્તારમાં ઘણું નુકશાન થયું છે. આ જગ્યા પર પાકિસ્તાનના ચાર સૈનિક મારવામાં આવ્યા છે અને 10 જેટલા પાકિસ્તાની નાગરિકો ઘાયલ થયા છે. છેલ્લા ત્રણ દિવસથી પાકિસ્તાન તરફથી પૂંછના શાહપુર, કેરની, કસ્બા, ખડી કરમાળા અને કેજી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંગન કરવામાં આવી રહ્યું હતું.
સોમવારે મોડી રાત સુધી પાકિસ્તાન તરફ થી ફાયરિંગ થયી અને સેનાએ તેનો જોરદાર જવાબ આપ્યો. પાકિસ્તાન તરફથી સોમવારે મોડી રાત્રે પૂંછની કૃષ્ણા ઘાટીમાં મેંઢરમાં ભારે ગોળીબારી કરવામાં આવી હતી. ભારતીય ચોકીઓને નિશાનો બનાવી પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવી રહી હતી. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ફાયરિંગમાં ભારતીય સુરક્ષાબળોને કોઈ નુકશાન થયું નથી. સેનાના સૂત્રો તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર ભારતે જવાબી કાર્યવાહી કરતા મેંઢર સેક્ટરમાં બીજી તરફ આવેલી પાકિસ્તાનની ત્રણ પોસ્ટને બરબાદ કરી નાખી હતી. જેમાં પાકિસ્તાન સેનાના ચાર સૈનિક માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા હતા.












Click it and Unblock the Notifications
