નેપાળના માઉન્ટ અન્નપૂર્ણામાં ભારતીય પર્વતારોહક ગુમ, 6000 મીટર નીચે ખીણમાં ગરકાવ, સર્ચ અભિયાન ચાલુ
નેપાળમાં અન્નપૂર્ણા પર્વત પરથી ભારતીય પર્વતારોહક 34 વર્ષીય અનુરાગ માલૂ સોમવારે ગુમ થયા હતા. અનુરાગ માલૂ 6000 મીટર નીચેની તિરાડમાં પડવાની ધારણા છે. તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. આ માહિતી પ્રચાર આયોજકના એક અધિકારીએ આપી છે.

ટ્રેકિંગ અભિયાનનું સંચાલન કરનાર સેવન સમિટ ટ્રેકના અધ્યક્ષ મિંગમા શેરપાએ ન્યૂજ એજન્સી પીટીઆઈ-ભાષાને જણાવ્યું કે રાજસ્થાનના કિશનગઢના રહેવાસી અનુરાગ માલૂ માઉન્ટ અન્નપૂર્ણાથી ઉતરતી વખતે લાપતા થઇ ગયા હતા અને સોમવારે સવારથી તેઓ લાપતા છે.
મિંગમા શેરપાએ એમ પણ જણાવ્યું કે, અનુરાગ માલૂના લાપતા થવાના થોડા સમય બાદથી જ અમે તેમની વ્યાપક તલાશ શરૂ કરી દીધી હતી. જો કે સોમવાર સાંજ સુધી તેમનો કોઈ પતો લાગ્યો નહોતો. તેમણે કહ્યું કે અમે મંગળવારે પણ તપાસ ચાલુ રાખશું.
હિમાલયન ટાઇમ્સ અખબાર મુજબ અનુરાગ માલૂ સંયુક્ત રાષ્ટ્રના વૈશ્વિક લક્ષ્યો (ક્લાઇમિંગ ફોર એસડીજી) વિશે જાગરૂકતા પૈદા કરવા માટે 8000 મીટરથી ઉપરની તમામ 14 ચોટીઓ અને સાત શિખર ચડવાના મિશન પર હતા.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે અનુરાગ માલૂને આરઈએક્સ કર્મવીર ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા છે. અનુરાગ ભારતથી 2041 અંટાર્કટિક યૂથ એમ્બેસડર બન્યા હતા.
આ પહેલાં માઉન્ટ અમા ડબલામ પર અુરાગે સફળતાપૂર્વક ચઢાણ કર્યું હતું. જે બાદ તેઓ માઉન્ટ એવરેસ્ટ, અન્નપૂર્ણા અને લ્હોત્સે પર્વતો પર ચઢવાની યોજના બનાવી રહ્યા હતા. જણાવી દઈએ કે નેપાળનો પર્વત અન્નપૂર્ણા દુનિયાનો દસમા નંબરનો સૌથી ઉંચો પર્વ છે, જે સમુદ્ર તટથી 8091 મીટર ઉંચો છે.
શેરપાએ એમ પણ કહ્યું કે લાપતા અનુરાગ માલૂને શોધવા માટે હવાઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે કેમ્પ 4માં પહોંચ્યા બાદ અનુરાગે ટ્રેકિંગ છોડી દીધું હતું.












Click it and Unblock the Notifications
