
ભારતીય મહિલા રાજદૂત કેસ: રાહુલ, મોદી US ડેલિગેશનને નહી મળે
નવી દિલ્હી, 17 ડિસેમ્બર: અમેરિકામાં ભારતીય મહિલા રાજદૂત દેવયાની સાથે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલા ખરાબ વર્તનના પડઘા ભારતમાં પડી રહ્યા છે. આ ઘટનાની અસર બંને દેશોના સંબંધ પર પડી શકે છે. કારણ કે આજે આવેલા ચોંકાવનારા ખુલાસા બાદ ભારતના દિગ્ગજ નેતાઓએ અમેરિકન ડેલિગેશનને મળવાનો ઇનકાર કરી દીધો છે.
મંગળવારે સવારે કોંગ્રેસના ઉપાધ્ય રાહુલ ગાંધી, કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકન ડેલિગેશન ટીમ સાથે મુલાકાત કરવાનો ઇનકાર કરી દીધો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રાજદૂત દેવયાની પિતા આજે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેને મળી શકે છે.
આ પહેલા સોમવારે એનએસએના અધ્યક્ષ શિવશંકર મેનન અને સ્પિકર મીરા કુમારે પણ આ ઘટનાના પગલે અમેરિકન ડેલિગેશન ટીમને મળવાનો ઇનકાર કરી દીધો હતો. ભારતીય રાજદૂતનું અપમાન બદલ ભારતમાં તેના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. શિવશંકર મેનને જણાવ્યું હતું કે 'અમેરિકાનું આ બર્બર વર્તન છે અને આ આખા ભારત દેશનું અપમાન છે.'
નોંધનીય છે કે વિઝા છેતરપિંડી અને ઘરેલું નોકરાણીના આર્થિક શોષણના આરોપમાં અમેરિકન પોલીસે દેવયાનીની ધરપકડ કરી હતી. પોલીસે તેને જાહેરમાં હાથકડી પહેરાવીને પોલીસ સ્ટેશન લઇ ગઇ. 39 વર્ષની ભારતીય રાજદૂતને જાહેરમાં હતકડી પહેરાવવામાં આવી હતી. જ્યારે તેમણે આનો વિરોધ કર્યો અને તેમણે જણાવ્યું કે તેઓ રાજદૂત છે તેમને આ રીતે બંધી ના બનાવી શકાય તો તેમની કોઇએ એક સાંભળી નહીં. ધરપકડ બાદ પણ તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું. બાદમાં તેમને અઢી લાખના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા.
સૂત્રોએ જણાવ્યું કે 'ન્યૂ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્રનું હેડક્વાર્ટર છે માટે તમામ દેશોના રાજદૂત અત્રે રહે છે. ન્યૂયોર્ક પોલીસને પણ કોઇ રાજદૂતની ધરપકડ અને તપાસથી જોડાયેલ નિયમો માલૂમ છે. આવું માત્ર ભારતને સંદેશ આવા અને તેની પ્રતિક્રિયા જાણવા માટે કરવામાં આવ્યું.'

દેવયાની, ભારતીય રાજદૂત
વિઝા છેતરપિંડી અને ઘરેલું નોકરાણીના આર્થિક શોષણના આરોપમાં અમેરિકન પોલીસે ભારતીય મહિલા રાજદૂત દેવયાનીની ધરપકડ કરી હતી. એટલું જ નહીં તેમને પોલીસ સ્ટેશનમાં સેક્સ વર્કરો, ગૂનેગારો અને નશાખોરોની હરોળમાં ઊભા રાખવામાં આવ્યા. તેમની ડીએનએ સ્વૈબિંગ પણ કરવામાં આવી.

મીરા કુમાર, સંસદના સ્પિકર
મીરા કુમારે આ ઘટનાના વિરોધમાં સોમવારે અમેરિકન પ્રતિનિધિ મંડળને મળવાનો ઇનકાર કરી દીધો હતો.

શિવશંકર મેનન,
શિવશંકર મેનને જણાવ્યું હતું કે 'અમેરિકાનું આ બર્બર વર્તન છે અને આ આખા ભારત દેશનું અપમાન છે.'
|
નરેન્દ્ર મોદી, ગુજરાત
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને અમેરિન ડેલિગેશનની ટીમને મળવાનો ઇનકાર કરી દીધો છે.

સુશિલ કુમાર શિંદે, કેન્દ્રીય ગૃહમંત્રી
સુશિલ કુમાર શિંદે, કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ અમેરિકન પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરવાનો ઇનકાર કરી દીધો છે.

રાહુલ ગાંધી, કોંગ્રેસ ઉપાધ્યક્ષ
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ ઘટનાનો વિરોધ કરી અમેરીકન ડેલિગેશનને મળવાનો ઇનકાર કરી દીધો છે.