ઇન્ડિયન મુજાહિદ્દીનનો વડો યાસીન ભટકલ નેપાળથી ઝડપાયો

yasin-bhatkal
નવી દિલ્હી, 29 ઓગસ્ટ : ભારતના મોસ્ટ વૉન્ટેડ આતંકવાદીઓ પૈકી એક અને આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનના વડા યાસીન ભટકલને ભારત નેપાળ સરહદથી ઝડપી લેવામાં આવ્યો છે. ભારતીય ગુપ્તચર એજન્સી માટે મહત્વની બાબત ગણવામાં આવતી આ ઘટના અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ ઘરપકડ દિલ્હી અને કર્ણાટક પોલીસની સંયુક્ત કાર્યવાહી દ્વારા પાર પાડવામાં આવી છે. હવે ગુપ્તચર એજન્સીઓ અને એનફોર્સમેન્ટ એજન્સી સાથે મળીને નક્કી કરશે કે યાસીન ભટકલને ક્યાં રાખવો.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)નું માનવું છે કે વર્ષ 2010માં પુનાની જર્મન બેકરીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ પાછળ ભટકલ માસ્ટર માઇન્ડ હતો. આ હુમલામાં 17 લોકો માર્યા ગયા હતા. બેકરીના સીસીટીવી ફૂટેજમાં યાસીન ભટકલ ટોપી પહેરીને આ કામગીરી કરતો જોવા મળે છે.

ઇન્ડિયન મુજાહિદ્દીનને પાવતની છે. કિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબાનું પીઠબળ છે. આ સંગઠન દ્વારા બેંગલોર અને હૈદરાબાદ સહિતના અનેક સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કર્યા છે. યાસીન ભટકલ 30 વર્ષનો છે અને કર્ણાટકનો વતની છે.

યાસીન ભટકલે પોતાના ભાઇઓ રિયાઝ ભટકલ અને અબ્દુલ સુભાન કુરેશી સાથે મળીને વર્ષ 2008માં ઇન્ડિયન મુજાહિદ્દીનની સ્થાપના કરી હતી. વર્ષ 2010માં બેંગલોરના ક્રિકેટ સ્ટેડિયમની બહાર કરવામાં આવેલા વિસ્ફોટ પાછળ પણ તેનો હાથ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X