ઇન્ડિયન મુજાહિદ્દીનના 21 આતંકીઓને શોધવા ચક્રો ગતિમાન

હૈદરાબાદ બ્લાસ્ટ બાદ આઇએમની 21 આતંકીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી દીધા છે. તેમાં આઇએમના સંસ્થાપક યાસીન અને રિયાઝ ભટકલનો પણ સમાવેશ થાય છે. તપાસ એજન્સીઓને શંકા છે કે તે 21 ચહેરા દુનિયાના અલગ અલગ વિસ્તારોમાં રહે છે, જેની તેમને તલાશ છે.
તપાસ એજન્સીઓને એ પણ શંકા છે કે આ 21 આતંકીઓમાંથી 4 આતંકવાદીઓ શારજાહમાં રહે છે. જ્યારે રિયાઝ ભટકલ સહિત કેટલાક આતંકવાદીઓ પાકિસ્તાનમાં છૂપાયેલા છે. જોકે એજન્સીઓને એવી પણ શંકા છે કે ભટકલ નેપાળમાં પણ સંતાયેલો હોઇ શકે છે.












Click it and Unblock the Notifications
