
ભારતીય સેનાની તાકાત વધશે, નેવીને મળશે નવાં 111 યૂટિલિટી હેલિકોપ્ટર્સ
ડીએસી તરફથી શનિવારે 46000 કરોડ રૂપિયાની રકમને મંજૂરી આપી દેવામાં આવી છે. ડીએસી તરફથી આ રકમને મળેલી મંજૂરી કેટલાય હથિયાર સિસ્ટમ અને સેનાઓ માટે અન્ય માલ-સામાન ખરીદવામાં મદદ મળી શકશે. ડીએસી તરફથી શનિવારે આપેલી મંજૂરીમાં ભારતીય નૌસેના માટે 111 યૂટિલિટી હેલિકોપ્ટર્સ ખરીદવાનો રસ્તો સાફ થઈ શક્યો છે. 21000 કરોડના ખર્ચે આ હેલિકોપ્ટર્સને ખરીદવામાં આવશે.
સેના માટે ખરીદવામાં આવશે નવી તોપ
ડીએસીએ 46000 કરોડની જે રકમને મંજૂરી આપી છે તેમાંથી 24,879.16 કરોડ રૂપિયાની રકમ અન્ય પ્રસ્તાવો માટે રાખવામાં આવી છે જેમાં સેના માટે ખરીદવામાં આવનાર 150 દેશી એડવાન્સ્ડ ડિઝાઈન વાળી તોપ પણ સામેલ છે. આ તોપોની ખરીદી પર લગભગ 3,364.78 કરોડ રૂપિયાની રકમ ખર્ચ કરવામાં આવશે. ઉપરાંત સેના માટે 41 હજાર લાઈટ મશીન ગન ખરીદવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
રક્ષા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતા વાળી ડીએસીએ ગયા વર્ષે 28 ફેબ્રુઆરીએ સેના માટે લાઈટ મશીન ગનની ખરીદીને મંજૂરી આપી હતી. સેનાનું કહેવું હતું કે તેને ઓછામાં ઓછા 800 મીટરની દૂરી સુધી લક્ષ્ય સાધવાની ક્ષમતા ધરાવતી મશીન ગનની જરૂરત છે. ઉલ્લેખનીય છે કે ભારતીય સેનાને લાંબા સમયથી નવી લાઈટ મશીન ગન નથી મળી અને આ ખરીદી પ્રક્રિયા પૂરી થવાથી તેની લાંબા સમયથી ચાલતી માંગણી પૂરી થઈ જશે.