For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૌમૂત્રમાંથી બનેલા ભારતીય કીટનાશકને અમેરિકી પેટન્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર : ભારતીય સંશોધનકર્તાઓ દ્વારા ગૌમૂત્રમાંથી બનાવવામાં આવેલું કીટનાશક અમેરિકી પેટન્ટ મેળવવામાં સફળ રહ્યું છે. 'કામધેનુ કીટ નિયંત્રક' નામની આ દવાથી તમામ પ્રકારના પાકને કીટકથી બચાવી શકાશે. નાગપુર સ્થિત ગૌ વિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર (જીવીએકે) દ્વારા આ નવા પ્રકારના કીટનાશકની શોધ કરવામાં આવી છે.

ગૌ વિજ્ઞાન અનુસંધાન કેન્દ્રના મુખ્ય સંયોજક સુનીલ મનસિંઘકાએ જણાવ્યું હતું કે આ નવી વિકસાવવામાં આવેલી દવાથી પાકના વિકાસમાં ચાર ગણી વૃદ્ધિની સંભાવના છે. આ કીટનાશક વિષાણુ અને અન્ય જીવાતોથી પાકની રક્ષા કરવા ઉપરાંત પાકની પ્રતિરોધક ક્ષમતા અને ખેતરની માટીની ગુણવત્તા વધારવામાં પણ સહાયક નીવડે છે.

indian-cow

મનસિંઘકાના જણાવ્યા અનુસાર કામધેનુ કીટનિયંત્રકનું નિર્માણ ગૌમૂત્ર, લીમડો અને લસણને ભેગાં કરીને કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ ત્રણેય દ્રવ્યોને અલગ અલગ કે એકબીજા સાથે ભેળવીને કેટલીક અન્ય કીટનાશક દવાઓનો વિકાસ પણ કરવામાં આવ્યો છે. તેમનો દાવો છે કે આ કીટનાશકના ઉપયોગથી રાસાયણિક દવાઓ પાછળ થતા ખર્ચને 50,000 કરોડ રૂપિયા સુધી ઓછો કરી શકાશે.

વર્ષ 1996માં સ્થાપિત ગૌ વિજ્ઞાન અનુસંધાન કેન્દ્રએ કામધેનુ કીટનિયંત્રક દવાનો વિકાસ રાષ્ટ્રીય વનસ્પતિ અનુસંધાન સંસ્થાન અને સીએસઆઇઆર (લખનૌ) સાથે મળીને કર્યો છે. આ અગાઉ અનુસંધાન કેન્દ્ર દ્વારા બનાવવામાં આવેલા કામધેનુ અર્કને એન્ટિબાયોટિક્સ અને કેન્સર પ્રતિરોધી દવાના રૂપમાં અમેરિકી પેટન્ટ મળી ચૂકી છે.

English summary
Indian pesticide made from Cow urine got US patent
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X