For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય રાજકારણીઓને ફરી લાગ્યો ઝેડ પ્લસ સિક્યુરિટીનો ચસકો

|
Google Oneindia Gujarati News

z plus security
નવી દિલ્હી, 9 માર્ચ : પૂર્વ ગૃહ મંત્રી પી ચિદ્મ્બરમના કાર્યકાળ દરમિયાન નેતાઓને ઝેડ પ્લસ સુરક્ષા આપવાનું પ્રમાણ ઘટી ગયું હતું. નોંધપા6 ઘટાડા બાદ ગૃહ મંત્રી બદલાતા ફરી એક વાર રાજકારણીઓમાં ઝેડ પ્લસ સુરક્ષા પ્રાપ્ત કરવાની સંખ્યામાં વધારો થયો છે. થોડા જ સમયમાં ઝેડ પ્લસ સુરક્ષા મેળવનારા નવા ચહેરાઓ બહાર આવ્યા છે.

ઝેડ પ્લસ સુરક્ષા મેળવનારા નવા રાજકીય ચહેરાઓમાં કેન્દ્રીય મંત્રી બેની પ્રસાદ વર્મા અને બસપાના સાંસદ બ્રજેશ પાઠકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્ટીલ મંત્રી વર્માએ પણ ફરિયાદ નોંધાવી હતી કે તેમને ધમકીભર્યા કોલ આવી રહ્યા છે ત્યાર બાદ તેમની સુરક્ષા પણ વધારવામાં આવી હતી. જ્યારે વર્માને પૂછવામાં આવ્યું કે શું તેમના માટે ઝેડ પ્લસ સુરક્ષા ન્યાયોચિત છે ત્યારે તેમણે જણાવ્યું કે "મારે નક્સલવાદ પ્રભાવિત છત્તીસગઢમાં સ્ટીલ પ્લાન્ટ્સ અને ખાણોની અવાર નવાર મુલાકાત લેવી પડે છે. ત્યારે ધમકીભર્યા કોલ આવે છે જેના કારણે મારે ઝેડ પ્લસ સુરક્ષા માંગવી પડી છે."

આ સાથે તેમણે એવો દાવો પણ કર્યો કે વર્ષ 1990ના દાયકાની શરૂઆતથી જ તેમણે સુરક્ષા મેળવી છે. આ સુરક્ષાને થોડા સમય માટે ઓછી કરી દેવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન તેમને ધમકી ભરેલા ફોન કોલ્સ આવતા હતા. તેમણે આ રજૂઆત કરતા સરકારે ફરી તેમની સુરક્ષામાં વધારો કરી દીધો છે.

વર્માએ જણાવ્યું કે"મને (સમાજવાદી પાર્ટી પ્રમુખ) મુલાયમ સિંહ યાદવના વિરોધી તરીકે જોવામાં આવે છે. જેના કારણે અમારી વચ્ચે રાજકીય પ્રતિદ્વંદતા છે." ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રી તરીકે પી ચિદમ્બરમે પોતાના કાર્યકાળમાં નક્કી કર્યું હતું કે દેશમાં ઝેડ પ્લસ સુરક્ષા મેળવનારી વ્યક્તિઓની યાદીની યોગ્યતાની ચકાસણી કરવામાં આવે. આ ચકાસણીના પરિણામે અનેક નેતાઓ, સેવા નિવૃત્ત અધિકારીઓ અને કેટલાક પત્રકારોની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી.

ગૃહમંત્રીના ધ્યાનમાં આવ્યું હતું કે કેટલાક રાજકારણીઓ પોતાનું સ્ટેટસ સિમ્બોલ વધારવા માટે સામાન્ય સુરક્ષાની જગ્યાએ ઝેડ પ્લસ સિક્યુરિટી રાખવાનો આગ્રહ રાખે છે. જે દેશના નાગરિકોના નાણાનો વ્યય છે.

English summary
Indian politicians queue up for z plus-security
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X