For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુસાફરો માટે નોંધ! વધુ સામાન પર લેવાશે દંડ, વાંચો રેલવેનું નવું હુકમનામું

મુસાફરો જે ટ્રેનની મુસાફરી દરમિયાન ઘણો સામાન લઈ જાય છે તેને હવે તેના માટે દંડ કરવામાં આવશે. હવે પેસેન્જર જે ઘણો સામાન ધરાવે છે તેને સામાનના કિલોગ્રામ અનુસાર દંડ ચૂકવવો પડશે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

મુસાફરો જે ટ્રેનની મુસાફરી દરમિયાન ઘણો સામાન લઈ જાય છે તેને હવે તેના માટે દંડ કરવામાં આવશે. હવે પેસેન્જર જે ઘણો સામાન ધરાવે છે તેને સામાનના કિલોગ્રામ અનુસાર દંડ ચૂકવવો પડશે. દંડ કરતા પહેલા રેલવે મુસાફરોને શિક્ષિત કરવા માટે જાગરૂકતા અભિયાન શરૂ કરશે. તેમાં તમામ મુસાફરોને કઈ શ્રેણીમાં કેટલો સમાન લઇ જઈ શકે છે તે વિશે જાણ કરવામાં આવશે.

વધુ સામાન લઇ જવા પર લેવાશે દંડ

વધુ સામાન લઇ જવા પર લેવાશે દંડ

ઘણી વખત જોવામાં આવે છે કે ટ્રેનોમાં, મુસાફરો ઘણાં સામાન સાથે મુસાફરી કરે છે. આવી બાબતોને લીધે બાકીના મુસાફરોને મુશ્કેલી થાય છે, પરંતુ હવે એવું બનશે નહીં. આવા મુસાફરો પર રેલવેની દંડ લગાડવા જઈ રહી છે. રેલવેએ નક્કી કર્યું છે કે નિયત સામાન કરતાં વધુ સામાન લઇ જનારાઓને હવે દંડ કરવામાં આવશે. આ પહેલાં, રેલવે મુસાફરોને આ અભિયાન વિશે વાકેફ કરશે અને જણાવશે કે કઈ શ્રેણીમાં કેટલા કિલોગ્રામ સામાન નક્કી કરેલ છે.

પહેલા રેલવે જાગરૂકતા અભિયાન ચલાવશે

પહેલા રેલવે જાગરૂકતા અભિયાન ચલાવશે

રેલવેએ આ માટે તૈયારીઓ પણ કરી છે. ઉત્તર મધ્ય રેલવે અલ્હાબાદ ઝોન, પશ્ચિમ રેલવે સહિત તમામ ઝોન જાગૃતિ અભિયાન માટે તૈયારી કરી રહ્યા છે. રાજકોટ વિભાગના ડીઆરએમ પીએબી નિનાવેએ જણાવ્યું હતું કે ઘણા મુસાફરો જાણતા નથી કે તેઓને કેટલો સામાન લઇ જવાની પરવાનગી છે. "તેથી જ અમે 15 દિવસની જાગરૂકતા અભિયાન ચાલવા જઈ રહ્યા છીએ. જો પ્રવાસીઓ નિયત મર્યાદા કરતાં વધુ સામાન લઇને પકડાયા હોય તો તેઓને દંડ કરવામાં આવશે.

કઈ શ્રેણીમાં કેટલો સામાન લઇ જઈ શકાય, જાણો

કઈ શ્રેણીમાં કેટલો સામાન લઇ જઈ શકાય, જાણો

નિનાવેએ જણાવ્યું હતું કે મુસાફરોને નિર્ધારિત દરથી છ ગણો ચાર્જ લેવામાં આવશે. રેલવેએ તમામ શ્રેણી માટે કિલોગ્રામ સેટ કર્યા છે. જનરલ કોચમાં મુસાફરો 35 કિલો સુધી લઇ શકે છે, જેમાંથી 10 કિલોગ્રામને મુક્તિ આપવામાં આવે છે. સ્લીપર કોચમાં 40 કિલોગ્રામ સામાન, એસી થ્રી ટિયર અને એસી ટુ ટિયર પણ 40 કિલોગ્રામ સામાન લઈ શકે છે. આ ત્રણ કેટેગરીમાં 10 કિલોગ્રામ સામાનની છૂટ છે, આ સામાન પર મુસાફરોને કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં. એસી ફર્સ્ટ ટિયરના મુસાફરો 70 કિલોગ્રામ સુધી લઇ જઇ શકે છે, જેમાં 15 કિલો છૂટ આપવામાં આવી છે.

English summary
Indian Railways To Charge Passengers Over Extra Luggage, Know How Much You Can Carry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X